________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવતાઈ અગ્નિ
૪૧
પિતાની આજ્ઞા થતાં સ્ત્રીરત્ન સિવાય સર્વ રને લઈ પુત્રએ માંગલિક દિવસે પ્રયાણ કર્યું. કુદરતની લીલા નિહાળતા આનંદ લૂંટતા અને લુંટાવતા સગરના સાગરના મેઝાની માફક સાઠહજાર પુત્રો ગ્રામ, નગર, ખેટ, નદી, દ્રો જેતા જેતા અષ્ટાપદ પાસે આવ્યા. લીલાછમ વૃક્ષ ઘટાથી છવાએલ ને આકાશના વાદળાંઓ સાથે વાત કરતા. સુવર્ણ મુકુટ સમાં ચૈત્યથી શોભતા તે પર્વતને જોઈ તેઓએ મંત્રીઓને પૂછયું કે, “આ ક પર્વત છે? અને તેના ઉપર ચત્ય કેણે બંધાયું છે?”
મંત્રીઓએ કહ્યું, ‘તમારા પૂર્વજ ઋષભદેવના પુત્ર ભરતકીએ આ ચિત્ય બનાવેલ છે. આઠ પગથાર હોવાથી આ અષ્ટાપદંપર્વત કહેવાય છે. આ ચૈત્યમાં સ્વસ્વ દેહપ્રમાણ વીસ તીર્થકર ભગવાનની રત્નમય પ્રતિમાઓ અને ભરતચકીના નવાણું ભાઈઓની પાદુકા તથા મૂર્તિઓ કરાવી ભરતેશ્વરે પ્રતિષ્ઠાપૂર્વક પ્રતિષ્ઠિત કરેલ છે.”
યૌવનના પ્રતીક સમા સાઠહજાર પુત્રે ઘમઘમાટ કરતી નદીના પુરની પિઠે અષ્ટાપદ ઉપર ચઢયા. ભગવંતની પ્રતિમાને વાદી, અને જીવન કૃતકૃત્ય બની વિચારવા લાગ્યા કે, પિતાએ આપણું માટે કરવા જેવું કાંઈ કામ બાકી રાખ્યું નથી. બીજું કાંઈ નહિ તે આપણું વડિલેએ બનાવેલ આવા મંદિરની સદાકાળ રક્ષા થાય તેવું કાંઈક આપણે કરીએ. તોપણ આપણું અહોભાગ્ય. કારણકે દુષમકાળમાં જતે દિવસે માણસો ભગવાનની રત્ન પ્રતિમાને પણ ઉઠાવી જશે. કેમકે ધનભૂખ્યાને કાંઈપણ અનાચરણય નથી હતું.' બધાએ અષ્ટા
For Private And Personal Use Only