________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવતાઈ અગ્નિ
૩૫
સગરકુમાર પણ હાથી જેમ હાથિણીઓની સાથે રમે તેમ દેવાંગના સરખી રાજકન્યાઓ સાથે રમવા લાગ્યા.
એક વખત લધુબંધવ સહિત અજિતશત્રુ રાજાને વૈરાગ્ય ભાવના જાગ્રત્ થઈ. તેમણે અઢારલાખ પૂર્વ ઉંમરના પિતાના પુત્રને કહ્યું કે, હું હવે સંયમ લેવા ઈચ્છું છું. મારા પૂર્વજોએ તે આ ઉંમર પહેલાં સંચમ લીધું છે. તમે રાજ્ય ધૂરા વહન કરે, અને મને નિમુકત બનાવે.”
- અજિતનાથે કહ્યું, “હે તાત ! તમારા શુભકાર્યમાં અંતરાય નાખવા હું તૈયાર નથી પણ હું વિજ્ઞપ્તિ કરું છું કે, રાજ્યધુરા તે કાકા સુમિત્રવિજય સંભાળે તેજ ઈષ્ટ છે.”
સુમિત્રવિજયે કહ્યું કે, “તુચ્છ રાજ્ય ખાતર અપૂર્વ લાભવાળા સંયમને હું શા માટે ચુકું?” છેવટે જિતશત્રુ રાજાના આગ્રહથી ભાવયતિ રહેવાને સુમિત્રવિજયે નિર્ણય કર્યો. આથી જિતશત્રુ રાજાએ અજિતનાથને રાજયાભિષેક કર્યો અને સગરને યુવરાજ તરીકે સ્થાપે.
રાજવી અજિતનાથે પોતાના પિતા જિતશત્રુને ભવ્ય દિક્ષા મહોત્સવ કર્યો. અને જિતશત્રુ મહારાજાએ સર્વ વૈભવ અને પરિવાર ત્યાગી ઋષભદેવ ભગવાનના તીર્થમાં વર્તતા
વિર મુનિરાજ પાસે દીક્ષા અંગીકાર કરી. દક્ષાબાદ ઉગ્ર તપશ્ચર્યા આરંભી, જ્ઞાન, ધ્યાન, વૈયાવચ્ચ અને તપ ત્યાગના બળે જિતશત્રુ રાજર્ષિ ભાવના એણિએ ચડી કેવલજ્ઞાન પામ્યા. અને અનુકમે છેવટે પોતાના પૂર્વજોની પેઠે સિદ્ધિગતિને પામ્યા.
હવે રાજા અજિતનાથને રાજ્ય પાળતાં ત્રેપન લાખ પૂર્વ થયાં. ત્યારે આપોઆપ વૈરાગ્યભાવના જાગ્રત્ થતાં તેમણે
For Private And Personal Use Only