________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૧ મેક્ષે કયારે જઈશું.' ભગવાને જવાબ આપ્યો કે “તમે આ ભવમાંજ મેક્ષે જવાના છે.” ભગવાનને ઉત્તર સાંભળી તેઓએ વિચાર કર્યો કે “આપણને મોક્ષ મળવાનું છે તે શા માટે તપકષ્ટ સહન કરવું તેમણે તપત્યાગ છેડી દીધાં. અને ખાન, પાનમાં મસ્ત બની પિતાનું જીવન વીતાવવા માંડયું અને બીજાઓને પણ તપત્યાગ કરે એ ફેગટ છે એમ ઉપદેશ આપવા માંડયો. પરન્તુ અંતકાલે એમને શુદ્ધ બુદ્ધિ સૂઝી, વૈરાગ્ય ભાવના જાગી અને ક્ષપકશ્રેણિ ઉપર ચઢી સિદ્ધિગતિ પામ્યા. પરંતુ તેમણે આપેલો ઉપદેશ જતે દિવસે બોદ્ધ ધર્મ તરીકે પ્રસિદ્ધિ પામ્ય.
બંધુદત્ત અને અશાકમાલીની દીક્ષા.
નાગપુર નગરમાં ભગવાન એક વખત પધાર્યા, તેમના સમવસરણમાં ભગવાને બંધુદત્ત અને ચંડસેનને તેમને પૂર્વ ભવ કહ્યો. આથી બંધુદ ચંડસેન અને પિતાની સ્ત્રી સાથે દીક્ષા ગ્રહણ કરી અને શુદ્ધ ચારિત્ર પાળી ત્રણે જણ સહસાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
ભગવાન વિહાર કરતા હતા તે વખતે અશક નામને માળી ભગવાન પાસે આવ્યો. તેણે ભગવાનની દેશના સાંભળી. ભગવાને તેને તેને પૂર્વભવ કહ્યો કે “તેં પૂર્વભવમાં એક મુનિ પાસેથી એવું સાંભળ્યું કે નવ પુષ્પથી પૂજા કરનાર નવમે ભવે મુક્તિ જાય. આથી તું રોજ નવ પુષ્પથી પૂજા કરવા લાગ્યું. આમ જન્મજન્મ તારી ઋદ્ધિ વધવા લાગી, અને તું આ નવમા ભાવમાં ભૂરા ગામમાં ઉત્પન્ન થયાં છે. અને નવડ ગામને રાજા થયે છે.” પૂર્વજન્મનો વૃતાંત સાંભળી માળી પ્રતિબંધ પામ્યું અને તેણે ભગવાન પાસે દીક્ષા અંગી
For Private And Personal Use Only