________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગજસુકુમાળ
૩૫૭
ખુબ રડી ત્યારે તે તેને એક રત્ન પાછું આપ્યું અને છને તે તે છુપાવ્યાંજ, આ કર્મ આ ભવે તને ઉદય આવ્યું. તેથી એક પુત્ર તને તારે થઈ મળે અને છ પુત્રથી તું વંચિત રહી.”
દેવકી કવિપાક ચિંતવતાં ઘેર ગયાં પણ તેને પશ્ચાતાપ શમ્યું નહિ. પુત્રની લાલસા તેમને પ્રબળ જાગી. અને તેમાં પણ પુત્રના લાલન પાલન વિનાનું જીવન તેમને નકામું ભાસ્યું. શ્રી કૃષ્ણ હરિણગમેષ દેવને આરાધ્યા. દેવે વરદાન આપ્યું અને તેથી શ્રી દેવકીએ જે પુત્રને જન્મ આવે તેનું નામ પાડયું ગજસુકુમાળી.
(૪) દેવકીએ ગજસુકુમાળને ધરાઈ ધરાઈને ઉછેર્યો. આંખના પલકારા જેટલે તે તેને અલગ નહાતાં રાખતાં. તે તેમને મન પહેલું અને છેલ્લું રતન હતું. પંખિણી બચ્ચાંને ગમે તેમ લપેટે પણ પાંખ આવતાં પંખી ચેડાં જ માળામાં પડી રહે છે.
ગજસુકુમાળ યૌવનવય પામ્યું. તે બે કન્યાઓને પર. એક દ્રમ રાજાની પુત્રી પ્રભાવતી અને બીજી સોમશર્મા બ્રાહ્મણની પુત્રી સામા. અને સ્ત્રીઓ, માતાને પ્યાર અને શ્રી કૃષ્ણની મમતા છતાં ગજસુકુમાળનું ચિત્ત વૈરાગ્ય અને સંયમ તરફ જ તલસતું હતું. તેનું સ્થાન તો તેણે પિતાના છ મોટા ભાઈઓના સ્થાનમાં જ નક્કી કરી રાખ્યું હતું.
એક વખત શ્રી નેમિનાથ ભગવાન સહસામ્રવનમાં પધાર્યા. ભગવાનની દેશના સાંભળી.
For Private And Personal Use Only