________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગજસુકમાળ
૩૫૫
વહેરીને ગયા ત્યાં તુત ત્રીજીવાર બે મુનિ પધાર્યા. દેવકીની ધીરજ ખુટી. તેણે મેદકે વહરાવ્યા પણ વહેરાવ્યા બાદ પુછ્યું “ ભગવંતઆપ ત્યાગી મુનિઓને પણ ત્રણવાર એક ઘેર આવવું પડે તેવી સ્થિતિ દ્વારિકામાં દેખી મને ખુબ દુઃખ થાય છે. શું દ્વારિકાવાસીઓએ વિવેક ગુમાવ્યું છે. ત્યાગી મહાત્માઓનાં સન્માન તેમને આંગણેથી પરવાર્યા છે? મહારાજ! શ્રી કૃષ્ણની દ્વારિકા આવી તે હોય? અથવા શું આપ ભૂલા પડ્યા તે નથી ને ?”
મુનિએ કહ્યું “અમે ભૂલા નથી પડયા કે દ્વારિકામાં ત્યાગી પ્રત્યેનાં સન્માન પણ ઘટયાં નથી. અમે સુલતા શ્રાવિકાને છ પુત્ર છીએ. પરમ પાવન નેમિનાથ ભગવાન ભદિલાપુર પધાર્યા ત્યારે તેમની દેશના સાંભળી અમે છે એ ભાઈઓએ દીક્ષા લીધી છે. અમારાં સરખાં રૂપ અને સરખી આકૃતિને લઈ ઠેરઠેર આ ભ્રમ થાય છે. આ તમારે ત્યાં પહેલે પ્રસંગ નથી. પહેલી બીજીવાર અમારા છ ભાઈઓ પૈકીમાંના અનિયશ, અનંતસેન, નિહતશત્રુ અને અજિત સેન આવ્યા હશે, અમે દેવયશ અને શત્રુસેન છીએ. સરખી આકૃતિ અને સરખા રૂપને લઈ અમે ત્રણ વખત આવ્યા છીએ તેવી તમને બ્રાન્તિ થઈ હશે. અમે આપને ત્યાં પ્રથમ વાર જ આવ્યા છીએ.”
મુનિયુગલ ગયું પણ દેવકીનું ચિત્ત તે તેમના ઉપરથી ખસ્યું નહિ. મુનિની વાણ, ચાલ, કાંતિ અને પિતાને થયેલ રોમાંચથી દેવકીને ન સમજાય તેવી અવ્યક્ત વેદના થવા લાગી. વર્ષો પહેલાં પિતાને જન્મેલા છ પુત્રે યાદ
For Private And Personal Use Only