________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કંડને ખબર આપી કે નજીકમાં ભગવાન કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે. કરકંડુ ભગવાનના કાઉસગ્ય સ્થાને આવ્યો અને ભગવાનને વંદન કર્યું પણ ભગવાન ધ્યાન ધરતા મૌન રહ્યા. તેણે ભગવાનના વિહારબાદ સ્મૃતિચિન્હ તરીકે કરકંડુ રાજાએ એક પ્રસાદ બંધાવ્યું. અને નવહાથની ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠા પૂર્વક સ્થાપના કરી. તે દિવસે તે સ્થાન કલિકુંડ તીથ નામે પ્રસિદ્ધ થયું. અને ભગવાનની પૂજા કરનાર હાથી મૃત્યુ પામી આ તીર્થને રક્ષક વ્યંતર દેવ થયો ત્યારથી આ સ્થાન ખુબ જ પ્રભાવશાળી અને ચમત્કા
રિક બન્યું.
અહિછત્રા નગરી અને અહિછત્રા તીથર.
પાર્શ્વનાથ ભગવાન ગ્રામાનુગ્રામ વિચરતા શિવપુરી નગરીના કેશાબ નામના વનમાં પધાર્યા. અને ત્યાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. આ તરફ ધરણેન્દ્ર પિતાની સભામાં રહેલી દેવદ્ધિ જોઈ વિચારવા લાગ્યા કે આ ઋદ્ધિ કયા કર્મોથી મને મળી. અવધિજ્ઞાનને ઉપયોગ મુકતાં તેને પ્રભુના પૂર્વભવને ઉપકાર યાદ આવ્યું. તે તુર્ત દેવસભા છેડી ભગવાનને કાઉસગ્ગ સ્થાને આવ્યું. તેણે ભગવાનને ધૂમધખતા તડકામાં કાઉસગ્ગ ધ્યાનસ્થિત જોયા. આથી ભકિતથી સહસ્ત્ર ફણાવાળું નાગરૂપ ધરી ભગવાનના મસ્તક ઉપર રહ્યો અને ભગવાન ઉપર છાયા વિસ્તારી તડકાને દૂર કર્યો. નિમૅહિ ભગવાને કાઉસગ્ગ પૂરો થતાં ત્યાંથી વિહાર કર્યો. પણ તે સ્થાને જતે દિવસે લેકેએ નગર વસાવ્યું. જે અહિછત્રા નગરી નામે પ્રસિદ્ધ થયું. અને ત્યાં જે જિનમંદિર બંધાવાવું. તે અહિચ્છત્રા તીર્થ નામે પ્રસિદ્ધિ પામ્યું.
For Private And Personal Use Only