________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
કથાવ
રહ્યા. ભગવાન આત્મરમરણમાં લીન હતા. તેવામાં મહીધર નામે હાથી સરોવરમાં પાણી પીવા આવ્યો. તેણે ભગવાનને જોયા કે તુર્ત તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તે વિચારવા લાગ્યો કે “આ મહાપુરૂષના દર્શનથી જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે પ્રાપ્ત ન થાય. હું પૂર્વજન્મમાં હેમ નામને કુલપુત્ર હતા. નશીબ યોગે મારું શરીર વામન હતું. લેકે મારી ખુબ મશ્કરી કરતા તેથી હું જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં મને એક મુનિને મેળાપ થયો. મેં મુનિ પાસે દીક્ષાની માગણી કરી પણ મુનિએ મને સાધુપણુ માટે અયોગ્ય માની દીક્ષા ન આપી. પરંતુ શ્રાવક વ્રત આપ્યું. હું સારી રીતે શ્રાવક વ્રતને પાળતા હતા. લેકને કે કેઈને હેરાન નહોતે કરતા છતાં મારા વામનરૂપને આગળ ધરી લેકે મને પજવતા હતા. અંતકાળે આર્તધ્યાનથી મૃત્યુ પામી વામનરૂપના તિરસ્કાર અને મટી કાયાના પ્રેમને લઈ આ ભવમાં હું હાથી થયો. પણ મને ખેદ થાય છે કે હું આ પશુના ભવમાં આ કલ્પવૃક્ષ સમાન મહાત્માની શું સેવા કરૂં?, હું જે અત્યારે માનવ હતું તે તેમને મારું સમગ્ર જીવન અપ સ્વકલ્યાણ સાધત પણ હાલ તે હું પશુ છું.” આ પછી તે સરે વરમાં પેઠે ન્હાયો અને તેણે કમલના પુષ્પ લઈ, ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈ પુષ્પથી ભગવાનની પૂજા કરી. અને તે પિતાના આત્માને ધન્ય માનતે પિતાના સ્થાને ગયો. આ પછી દેવોએ પણ ભગવાનની સુગંધિત વસ્તુઓથી પૂજા કરી અને ભકિત કરી.
આ અરસામાં કોઈ પુરૂષે ચંપાનગરીના રાજા કર
For Private And Personal Use Only