________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેલાક શ્રેષ્ઠીની કથા
૩૯ જઈ નાખી આવે અને તે પાછી આવે તે સાચું ધન આપણે કમાયા હતા તેમ માનવું. પુત્રવધુએ ન્યાયી ધનની વધુ ચકાસણી કરતાં જણાવ્યું.
બેટા! એમ તે સગા હાથે સોનાની પાછેરી તળાવમાં ફેંકી દેવાય અને વળી પાછી આવે પણ ખરી.”
પિતાજી! સાચું ધન હશે તે તે તમને શેધતું તમારી પાસે આવશે. જેના હાથમાં જશે તે તમને આપ્યા વિના નહિ રહે.” સાચા ધનનું મર્મજ્ઞાન સમજાવતાં પુત્રવધુએ કહ્યું.
શેઠને પુત્રવધુની સુલક્ષણતા અને ગુણીયલતાને વિશ્વાસ બેઠેલ હોવાથી પુત્રવધુનું વચન માનવાનું મન થયું કેમકે સ્ત્રીવિનાનું પિતાનું ઘર તેણે કેળવ્યું હતું અને ઈજજત આબરૂ અને ધનથી સવાયું કર્યું હતું. આથી હૃદય સોનાની પાંચશેરી તળાવમાં નાંખી આવવા માટે ના કહેતું હતું છતાં હલાક શેઠ પુત્રવધુની ખાતર સગે હાથે જઈ છાની રીતે જળાશયમાં તે પાંચશેરી ફેંકી આવ્યા.
ત્રણ વાગ્યાનો સમય હતો. બે માછીમાર પછેડીમાં એક વજન બાંધી હલાક શેઠની દુકાને આવ્યા અને કહ્યું શેઠ! અમે આપણું ગામના ઉંડા સરોવરમાં જાળ નાંખી તેમાં આ પાંચશેરી આવી. અમારે આવું શું કરવું છે? આપ લે અને પાંચશેર દાણ આપો. શેઠે પાંચશેરી ઓળખી પિતાનું નામ વાંચ્યું. સંતોષ આપ્યો અને માછીમારોને તેમની પાસેથી પાંચશેરી લઈ પુત્રવધુને બતાવી.
For Private And Personal Use Only