________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
સતી અંજના
કરી. એના પિતા તરતજ બેબાકળા બની ગયા. દિદિશામાં અંજનાની શેધ કરવા એમણે પોતાના અનુચરોને સત્વર રવાના કર્યા અને પોતે પિતાની પત્ની સાથે જ્યાં પવનંજય અગ્નિ પ્રવેશ કરવાનું હતું ત્યાં આવી પહોંચ્યા. એના અનુચરો ફરતા ફરતા હનુપુર પહોંચ્યા, અંજનાએ પવનંજયને નિર્ણય સાંભળી ભારે વિલાપ કરવા માંડે. એને વિલાપ સાંભળી પ્રતિસૂર્ય એને આશ્વાસન આપ્યું અને તે
એક વિમાનમાં અંજના તથા હનુમાનને બેસાડી જ્યાં પવનંય હતો તે જંગલમાં આવી પહોંચે. અંજનાને જોઈને પવનંજયે પિતાની ભૂલની માફી માગી.
આ પછી અંજનાના પિતા, ભાઈ, સાસુ, સસરા બધા મન્યા બધાએ અંજનાની ધીરજની પ્રશંસા કરી અને પિતાની ભૂલની ક્ષમા માગી. પવનંજય અને અંજના આ પછી વૈરાગ્ય માર્ગે વળ્યાં અને આ શ્રેય સાધ્યું.
એટલામાં ફરી વખત રાવણને વરૂણ સાથે યુદ્ધ કરવાની ફરજ પડી. તેમાં હનુમાન કેટલાક સામંતે લઈ યુદ્ધમા ગયો. વરૂણ પિતાના સો પુત્રે લઈને યુદ્ધમાં આવ્યા. હનુમાને એના સે પુત્રને પશુઓની જેમ બાંધી લીધા. રાવણ અને વરૂણ વરચે ભયંકર યુદ્ધ ચાલ્યું અંતે રાવણ વરૂણુ અને એના પુત્રને પકડીને પિતાની છાવણીમાં લાવ્યો અને પછી એ બધાને છોડી મુક્યા. વરૂણે પોતાની સત્યવતી નામની પુત્રી હનુમાનને પરણાવી અને રાવણે સૂર્યનખાની પુત્રી અનંગકુસુમાં હનુમાનને આપી. એવી હજાર કન્યાઓને પરણી પરાક્રમી હનુમાન ઘેર પાછો ફર્યો.
( લઘુત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર)
For Private And Personal Use Only