________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
ઝાંઝરિયા મુનિની કથા નીચે દેખ્યું એટલે હેઠે ઉતર્યો અને મુનિને પૂછ્યું “મહારાજ ! સાચી વાત કહે મુનિ મૌન રહ્યા.
લેક બેલ્યા “આમાં સાચી વાત દીવા જેવી છે. ઝાંઝર મુનિએ પહેર્યા છે, સ્ત્રી બૂમ પાડતી મારી લાજ લૂંટી કહી પાછળ પડી છે.”
રાજાએ કહ્યું “સબૂર કરે, હું બધું સાચું જાણું છું. મુનિ નિર્દોષ છે, સ્ત્રી દેષિત છે. મેં અને રાણીએ ગોખેથી નજર નજર નીહાળ્યું છે. કુલટા સ્ત્રીએ મુનિના પગમાં ઝાંઝર નાંખ્યું છે અને મુનિ ઉપર ખોટું આળ ચડાવ્યું છે.” લોકે વલખા પડયા અને મદનબ્રહ્મ મુનિ ત્યારથી ઝાંઝરીયા મુનિ નામે જગતની હવાએ ગુણથી પ્રશંસાતા ચડયા.
કંચનપુર નગરના રાજા અને રાણી બે ગોખે બેઠાં છે. અને નગરની સીમાડાની વનરાજી જોઈ આનન્દ પામે છે. ત્યાં રાણીની નજર એક દૂર દૂર કાઉસગ્ગ ધ્યાને ઉભેલા મદનબ્રા મુનિ ઉપર પડી. મુનિને દેખતાં રાણીની આંખમાંથી ચોધાર આંસુ વહ્યાં. રાજાએ રાણીને અચાનક આંસુ આવવાનું કારણ પૂછયું. પણ રાણીનું ગળું ભરાઈ આવ્યું અને તે બેલી ન શકી.
રાજા કુવિકલ્પ ચડ. તેણે માન્યું કે આવા સાધુએ તે જંગલમાં કઈક કાઉસ્સગ્ગ ધ્યાને રહે છે, અને રાણીએ મારી સાથે આજ અગાઉ ઘણાએ આવા સાધુ નીહાળ્યા છે છતાં કેઈ દિવસ તેની આંખમાં આંસુ આવ્યા નથી. જરૂર આ કેઈ
For Private And Personal Use Only