________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦
ઝાંઝરિયા મુનિની કથા નથી. તેનું લલાટ, તેના કેશ અને તેના નખ રાજવીપણુને સૂચવે છે.” તુરત દાસીને એકલી કે મુનિને વહેરવા માટે બેલાવી લાવ.
નીચી દષ્ટિ રાખી પસાર થતા મુનિની આગળ આવી દાસીએ વંદન કર્યું અને કહ્યું “પધારે મહારાજ અમારી હવેલીમાં.”
મુનિએ દષ્ટિ ઉંચી કરી અને ભાવનાદેખી એટલે તે તેમની પાછળ ચાલ્યા. હવેલીમાં પેસતાં જ દેવાંગનાને લજાવે તેવી રૂપરૂપના અંબાર સરખી ગૃહિણીએ “પધારે મહારાજ’ કહીં મુનિનું સ્વાગત કર્યું.
મુનિ ઘરના ચેગાનમાં આવ્યા અને મુનિવરને સુંદર માદક વહેરાવતી તે ગૃહિણી બોલી “મહારાજ! આ તાપમાં આપને ભલાં મેલાં કપડાં સહેવાય છે?”
મેલા કપડાથી આચ્છાદિત થયેલ પવિત્ર મુનિએ ઉજળા કપડામાં ઢંકાયેલ યુવતીના મેલા મનને ઓળખ્યું અને તે મૌનપણે પાછા ફરવા જાય છે, તેવામાં યુવતિ આડા હાથ ધરી ઊભી રહી અને શરમ છેડી આંખ નચાવતી કહેવા લાગી, “મહારાજ! આ વય શું સંયમની છે? આ સુંદર દેહ વન વગડાના ફુલની પિઠે વિના ઉપભેગે નાશ થવા જાય છે ? આ મેલાં કપડાં ઉતારે અને હું સુંદર કપડાં આપું છું તે પહેરો. આ મન્દિર, આ નોકરે, આ વૈભવ અને હું બધુંય તમારૂં છે. મુનિવર મને વિરહ અગ્નિ સતાવી રહ્યો છે. આપ મને ભેટે અને સુધારસ સી. આપ દયાળુ છે મારા ઉપર દયા લાવે અને મને તમારી બનાવે.”
For Private And Personal Use Only