________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
મરજા ત્યાં તે મધુરાજા વાસભવનમાં આવી પહે. દુઃખથી ઘેરાયેલી છતાં વિવેકી ઈન્દ્રપ્રભાએ દુઃખની વાત મનમાં પચાવી રાજાને આસન આપ્યું.
થોડીવારે એક બાંધેલા પુરૂષને લઈ કોટવાલ રાજા પાસે આવ્યું અને પગે લાગી કહેવા લાગ્યું “રાજન ! આ યુવાન પુરૂષે પરદા સેવનને ગુન્હો કર્યો છે. આપ કહે તે તેને શિક્ષા કરૂં.”
કેટવાલ! પરદારાનેવીના ગુન્હા માટેની શિક્ષા શું પુછે છે? આ ગુન્હા માટે દેહાંત દંડ સિવાય બીજી શિક્ષા શું સંભવે ?
“મહારાજ ! આવા યુવાન પુરૂષને આટલા ગુન્હા માટે આવી આકરી શિક્ષા ન આપે આમાં છે માટે દેષ કર્યો છે?” ઈન્દ્રપ્રભાએ રાજાને આશ્ચર્યપૂર્વક કહ્યું.
દેવિ! શાસ્ત્ર કહે છે કે પરદારા સેવનથી દુર્ગતિ મળે, અપકીતિ થાય અને તે મેટામાં મેટું પાપ છે તે તું શું નથી જાણતી?”
મહારાજ! આપ આટલું બધું જાણે છે તે હું ઈન્દ્ર પ્રભા શું તમારી સ્ત્રી છું? શું હું તમને ઈચ્છતી આવી હતી? આપે મારા ઉપર બળાત્કાર નહોતો કર્યો? અને આ બધા પાપમાંથી આપને માફી અને આને શિક્ષા ? શાસ્ત્ર એના અને આપને માટે જુદું છે ?” - મધુની સાન ઠેકાણે આવી. ગોરવણું દેવાંગના સરખી ઈન્દ્રપ્રભા તેને હવે તપેલા લેહની પુતળી સરખી લાગી. પરસ્ત્રી
For Private And Personal Use Only