________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
ઈલાચીપત્રકથા
ઇલાજ
ઈલાચી એકલે અટુલે રહેવા લાગે તે નથી ખાતે કે કેઈ ઠેકાણે સ્થિર રહેતું. તેને ઉંઘમાં પણ સ્વપ્નાં નટ પુત્રીનાં અને બકવાદ પણ તેજ.
ધનદત્ત શેઠે વિચાર્યું કે “લાજ લાજ કરીશ તે પુત્ર ખોઈ બેસીશ. તેણે નટોને બોલાવ્યા અને કહ્યું.
ન! મારો પુત્ર તમારી પુત્રીને દેખી મેહાંધ બન્યા છે. મારે આ એકને એક કરે છે. તમે કહે એટલું ધન આપું તમે તમારી છોકરી મારા પુત્રની સાથે પરણાવો.”
ના બાપલા ! આ પુત્રી તે અમારી આજીવિકાને આધાર અને અમારું માથું રતન. અમે તે એવાને પરણાવીએ કે જે અમારી સાથે નાચે ખેલ કરે રાજાને રીઝવે અને અમારી આખી નાતને જમાડે.”
શેઠ મુંઝાયા ઈલાચીને કહ્યું “નટની શરત આકરી છે. નટડીને મેહ છોડ અને તું કહે તેવી કન્યા પરણાવું.”
ઈલાચીએ પિતાને કોઈ જવાબ ન આપે તેથી શેઠ સમજ્યા કે છોકરો તેની ઝીદ નહિ છોડે.
પરોઢમાં નટએ પ્રયાણ કર્યું. ઈલાચીએ તેમને નગર બહાર જતા જોયા. તે ઉઠ, માતા પિતાને તેણે મનમાં પ્રણામ કર્યા, ધીમે ધીમે પગલે તે ઘર બહાર નીકળે. અને દેડતે નર્ટને જઈ મળે તેણે નટને કહ્યું “બધી તમારી શરત મારે કબુલ છે.”
થોડા દિવસમાં તે ઈલાચી ગુલાંટ ખાતાં અને વાંસ ઉપર ઠેકતે થઈ ગયું અને ગામેગામ ખેલ કરવા માંડે, અને બધા નટેમાં તે જુવાન નટ ધ્યાન ખેંચતે થઈ ગયે.
For Private And Personal Use Only