________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેઘકુમાર
૧૮૧
પણ અગ્નિ તારા માંડલામાં ન આવ્યેા. તને અચાનક પગે અણુજ આવતાં તે ખજાળવા પગ ઉંચા કર્યાં ત્યાં જગ્યાની સંકડાશને લઇ ખાલી પડેલી જગ્યાએ એક સસલું આવી ઉભું રહ્યું પગ મુકવા જતાં તે સસલાને જોયુ અને તને યા આવી. તેથી તે તારા પગ અદ્ધર રાખ્યું.
આગ અઢી દીવસ ચાલી. પશુએ ભૂખ્યાં તરસ્યાં ત્યાં રહ્યાં. આગ શાંત થઇ એટલે પશુએ ચાલ્યાં ગયાં અને સસલું પણ જતુ રહ્યું. તે પગ નીચે મુકવા પ્રયત્ન કર્યો પણ તારા પગ બંધાઈ ગયેલ હેાવાથી જમીન ઉપર ન મુકાયે અને તું જમીન ઉપર ઢળી પડયે . હે મેઘકુમાર! તું ભૂખ્યા ને તરસ્યા છતાં દયાના પૂણ્યને લઇ મૃત્યુ પામી શ્રેણિકને ત્યાં જન્મ્યા. તુ તે વખતે પશુ હતા. આજે તુ માનવ છે. તારા પુરૂષાર્થ તારૂ પરાક્રમ તારી વિવેક અને તારી સમજ આજે વધુ છે, તે સસલાના ભવે આવી શક્તિ મતાવી હતી તે તું આવા એક દીવસના પવિત્ર મુનિએની અજાણ ઠેસેએ ચલિત થાય તે શુ ચેાગ્ય છે?”
મેઘકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું તે સંયમમાં અતિ દૃઢ બન્યા. તપત્યાગમાં પરાવાયા અને આરાધનાપૂર્વક સંયમ પાળી અનુત્તર વિમાને ગયા.
ભગવાન પણ આમ અનેક જીવાના જીવનરથાને સાચા માર્ગે વાળી ધસારથી કહેવાયા.
(ત્રિષષ્ઠિ સમ્રાકા )
For Private And Personal Use Only