________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧ ) કર્યો છે, તેમાં અહિંસા પાળવાની હોય છે તેવી પ્રતિજ્ઞા લેવી પડે છે છતાં ચિરીયુરાની હિંસા વગેરે તથા અન્ય ઘોટાળાઓ પણ થએલા છે.
જ્યાં મનુષ્યોનું ટોળું ભેગું થયું કે ગામ ત્યાં ઢેડવાડા જેવું કંઈને કંઈ હોય છે જ, તેથી ચર્ચા કરનારાઓએ જાણવું કે તેમાં પોતાની સમજ ફેર થાય છે અને તેથી વિનાકારણે જનસમાજને જૂઠી રીતે હલકી પડાવવામાં આવે છે. જેનાં દેરાસર અને ઉપાશ્રયે પવિત્રસ્થાને છે છતાં કોઈ ખાસ નામ સાક્ષી પૂર્વક કંઈ કોઈને દોષ બતાવે તે તેથી સર્વ ત્યાગીઓને શું ? શ્રી શ્રેણિક રાજાની જૈનધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી, તેની આગળ દેવે સાધુનું પિગળ જણાવનારું રૂપ લીધું અને સાધ્વીનું ખરાબ રૂપ લીધું તે પણ શ્રેણિક રાજાએ જણાવ્યું કે તમારા કર્મના ઉદયથી તમારી એવી દશા થઈ છે તેથી અન્ય માધુઓ અને સાધ્વીઓ કંઈ તમારા જેવાં નથી, તેથી સાધુ વર્ગ ઉપરથી મારી શ્રદ્ધા ઉઠી શકે જ નહીં. શ્રેણિક રાજાની આવી અખંડપૂર્ણ શ્રદ્ધાથી દેવ પ્રસન્ન થયા અને શ્રેણિક રાજાને હાર વગેરે આપ્યું. આત્માથી છો તો દુર્ગણ દુરાચારનું સ્વરૂપ જણાવે છે પણ કોઈ દુર્ગણ દુરાચારીનું નામ દેઈ નિન્દા કરતા નથી, એમ પ્રભુ મહાવીરનાં શાસ્ત્રો જણાવે છે. જે આપ સુધરે છે. તે મૌન રહે છે તે પણ દુનિયાને અસર થાય છે, જે નામ દઈને નિંદા કરે છે તે એ પાપી ચંડાલ છે માટે આત્માર્થી જેને તે જેનશાસ્ત્રાના આધારે આત્મકલ્યાણ કરે છે.
પ્રશ્ન–કેટલાકની એવી માન્યતા છે કે મનુષ્ય સર્વજ્ઞ બની શકતા નથી, બહુ તે બહુ બહુ સર્વજ્ઞ બની શકે છે. તથા કેટલાક માને છે કે પ્રભુ મહાવીરે બ્રાહ્મણોની સાથે બળવો કર્યો તેનો શો ખુલાસો છે ?
ઉત્તર–જૈનશાની માન્યતા છે કે મનુષ્ય, રાગદ્વેદિક કર્મને ક્ષય કરીને સર્વજ્ઞ વીતરાગ થઈ શકે છે. જૈમીની આદિ મીમાંસકે મનુષ્ય
For Private And Personal Use Only