________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ ) વસ્તુપાલ તેજપાલ જેવા ગુજરાતના પ્રધાને થયા છે અને તેમનાથી દશાશ્રીમાળીની નાત જાહેરમાં આવી છે. તેમના વંશમાં સદાય જૈનધર્મ પરંપરાએ ચાલતો આવતો હતો પણ જૈન સાધુઓ અને શ્રાવકોની ધર્મ પ્રતિ ખરી લાગણીના અભાવે દશાશ્રીમાળીમાંથી કેટલાક સ્વામીનારાયણ ધર્મમાં લગભગ ચાલીશ પચ્ચાસ વર્ષથી દાખલ થયા છે. કેટલાંક ઘરે વૈષ્ણવ ધર્મમાં દાખલ થયાં છે. માણસાના દશાશ્રીમાલીના બેતાલીશના ગોળમાં કેટલાક વૈષ્ણવ ધર્મ થોડા વર્ષથી પાળવા લાગ્યા છે તેઓ પૂર્વ પરંપરાથી જેનો હતા તેમાં પણ આવી પ્રમાદના યેગે સ્થિતિ થઈ પડી છે. ઈડરમાં સોની વગેરે લોકો પચ્ચાસ વર્ષ પૂર્વે જૈન ધર્મ પાળતા હતા તેઓ હાલ પિતાને વૈષ્ણવ કહેવરાવે છે; તેમાં જૈન ધર્મના સાધુઓ અને શ્રાવકોને પ્રમાદ જ કારણભૂત છે.
અગ્રવાલ, ખંડેરવાલ, હુંબડ, જશવાલ, પૂર્વ ખાનદેશમાં કેટલાક ઓશવાલ, ભાગરવાલ, સંતવાલ, પંચમ, ચતુર્થ, કુરંદવાડ, પદ્માવતી પોરવાડ, પરવાર, નરસિંહપુરા, મેવાડા, ગોલનારી, ગલસિંગારી, ગોલાપુરા વગેરે વણિગ જાતે દિગંબર જૈનમાં છે. તેમાંથી પણ વૈષ્ણવ વગેરે ધર્મમાં કેટલીક નાતોના વાણિયાઓ ભળ્યા છે એમ સંભળાય છે.
- સિકા પ્રતિ સિકાએ જનેની વસતિમાં ઘટાડે,
પૂર્વનો ઇતિહાસ જોઈએ છીએ ત્યારે માલુમ પડે છે કે પ્રતિ સિકાએ જનોની વસતિ ઘટતી જાય છે. અગિયારમા સૈકામાં દક્ષિણ દેશમાં જન ધર્મમાં વેદાન્તીઓની સાથે ધર્મ યુદ્ધાથી ઘણાં પરિવર્તને થયાં. લાખે જેને ભયના માર્યા હિન્દુ ધર્મમાં વટલાઈ ગયા. ત્યાંથી નાસી છૂટેલા કેટલાક જનોએ ગુજરાતમાં ઈડર, બ્રહ્માની ખેડ વગેરેમાં વાસ કર્યો અને તેઓ પોતાની સાથે તામીલ ભાષાના તાડપાપર લખાયેલા ગ્રો પણ લેતા આવ્યા હતા. હુબડ નામના
For Private And Personal Use Only