________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ). તરફ લક્ષ ન આપ્યું તેથી હાલ તે લોકોએ વૈષ્ણવ ધર્મની કંઠી બાંધી. આવી બાબતમાં આગેવાન સાધુઓએ અને શ્રાવકોએ પૂર્વ લક્ષ રાખીને ધર્માભિમાન ધારણ કરી આત્મભોગ આપીને બનતું કરવું જોઈએ.
ચતિના વખતમાં શિથિલતા વધવા માંડી અને ગામેગામ ઉપદેશને પ્રચાર કરવાના કાર્યમાં પ્રમાદ થયો અને યતિયો, સંઘાડા, ગચ્છ ક્રિયા વગેરેની બાબતમાં ખટપટમાં પડી સામાસામી કલેશનિન્દા વગેરેમાં પડી ગયા તેથી વલ્લભાચાર્ય વગેરેના અનુયાયીઓ ફાવવા લાગ્યા અને ઘણું વણિ જાતને પિતાના ધર્મમાં લઈ ગયા તોપણ તેઓ અસલ જૈન હતા અને ક્ષત્રિયોમાંથી વણિક તરીકે બનાવનાર જૈનાચાર્યો છે એવું જાણવાનાં જૈનોની પાસે સાધન છે. શ્રી હેમચંદ્રાચાર્યના પિતાના વંશના મોઢ લોકો અસલ શ્રી સિદ્ધસેનસુરિ અને બપ્પભટ્ટસૂરિના વખતમાં મેટેરામાં જૈન ધર્મી હતા. ત્યાંથી તેઓમાંના કેટલાક ધંધુકામાં વ્યાપારાર્થે ગયા અને ત્યાં પણ તેઓ જૈન ધર્મ પાળતા હતા અને હાલનું ત્યાં રહેલું જૂનું દેરાસર પણ મઢ જેનોએ બંધાવેલું છે પરંતુ બે શતકના આશરે મોઢ વાણિયો વૈષ્ણવ ધર્મ પાળતા થયા. હેમચંદ્ર સૂરિનું જ્યાં પારણું હતું ત્યાં કુમારપાળ રાજાએ કુમાર વિહાર દેરાસર બંધાવ્યું હતું પણ મુસલમાનોના વખતમાં મુસલમાનોએ તેને મજીદના આકારમાં ફેરવી નાખ્યું. અંકલેશ્વર પાસેના હાંસોટમાં જે વાણિયાઓ છે તે પચ્ચીસ વર્ષ પૂર્વે જૈન હતા અને તેમનું બંધાવેલું ત્યાં દેરું છે પણ સાધુઓ અને શ્રાવકોના ખરા ધર્મના ઉપદેશ જુસ્સાના અભાવે ત્યાંના વાણિયા જૈન મટીને વૈષ્ણવ થયા છે. દશાપોરવાડ અને વિશાપરવાડ બને જૈન ધર્મમાં આગળ પડતો ભાગ લેનારા છે. દશાપોરવાડમાં ઉવારસદ-વિજાપુર વગેરે ઠેકાણે કેટલાક જૈને પ્રાય: લગભગ પચીશ વર્ષથી વૈષ્ણવ થયા છે. દશાશ્રીમાળી નાત કે જેના આગેવાને
For Private And Personal Use Only