________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ ) . મને જે વખતે વખત મદદ આપે છે તે હમેશને માટે કદી વિસ્મૃત થશે નહિ જ.
તમે સંપૂર્ણ રીતે પુરા લાયક અને ... માણસ હોવાથી તમોને જે મારા તાબાની સદાલી ત્રીજોરી (ખજાના)ની વ્યવસ્થા સોંપવામાં આવેલી છે ને તે મને સંપુર્ણ રીતે સંતોષકારક છે ને તેથી હું બહુજ નિશ્ચિંત છું.
કાઝી અને ધોખા (Dhokha) ની પદવી તમને એનાયત કરતાં મને ખુશી ઉપજે છે. જે પદવીઓ તમો હવે પછી ધારણ કરશો અને ખુદા રાજી રહે તેવી યોગ્ય અને પવિત્ર રીતે કામ કરશે.
તેવીજ રીતે તમારા વંશજોને પણ તેવી ઓફિસો (પદવીઓ) આપવામાં આવશે.
હું તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરું છું અને તમારા ધર્મને હમેશાં વિશ્રામ (Rest) મળશે. અને તમો તેના હંમેશને માટે કાઝીની પદવી ભગવશે અને તમારા ધર્મની બાબતના ફડચાઓ (Divisions) સંપુર્ણ રીતે નિર્વિવાદ ગણાશે.
જે એસ્ટેટે, દેવળે તમારા પૂર્વજોએ અર્પણ કરેલાં છે જેવાં કે આબુ તમારા વડુઆ “વિમળશા” એ બંધાવેલું જેની વાર્ષિક આવક રૂ. ૪૫૦૦૦૦૦) પીસ્તાલીસ લાખની છે તેને કરમાંથી મુક્ત કરવામાં આવે છે તેમજ વળી સિદ્ધાચળ પાલીતાણુને તે સંબંધીની સ્ટેટ કે જેની વાર્ષિક આવક રૂ. ૫૨૦૦૦૦૦ ) બાવન લાખની છે અને ગીરનારને તે સાથેની એસ્ટેટ કે જેની વાર્ષિક આવક રૂ. પ૬૦૦૦૦૦ ) છપ્પન લાખની છે તે પણું કરમાંથી મુક્ત કરવામાં આવે છે. તે એસ્ટેટ હવે પછી તમારા કબજે અને તમારી દેખરેખ નીચે રહેશે તે બાબતમાં કેઇ વચમાં હાથ ઘાલી શકશે નાહ અને તેની વચ્ચમાં કોઈ આવી શકશે પણ નહિ.
For Private And Personal Use Only