________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૮ ) ૪ સુરાદેવ શ્રાવક–વાણારસી નગરીમાં સુરાદેવ શ્રાવક રહેતે હતું. તેણે વ્યાપારમાં છ કરોડ સોનૈયા (સના મહેરો) રોકી હતી, પૃથ્વીમાં નિધાનરૂપે છ કરોડ સોના હેરો દાટી હતી, વગેરે પૂર્વની પેઠે તેના ઘેર છ ગાનાં ગોકુલ હતાં. વાણારસીને જિનશત્રુરાજા શ્રી મહાવીરપ્રભુને શ્રાવક ભકત હતો.
૫ ચુલ્લકશતક શ્રાવક–આલંબિકા નગરીમાં ચુકશતક રહેતે હતો. તેણે છ કરોડ સોના મ્હોરો વ્યાજમાં રેકી હતી. છે કરોડ સોના મહેરો તેણે વ્યાપારમાં રોકી હતી. તેને ઘેર ગાયનાં છ ગોકુલ હતાં.
કુંડકાલિક–કાંપિલ્યપુરમાં કુંડલિક રહેતો હતો. તેની છ કરોડ સોનામહોરો વ્યાજમાં ફરતી હતી. તેણે છ કરોડ સોનિયા વ્યાપારમાં રોક્યા હતા અને છ કરોડ સોનાલ્હેરેને નિધાનમાં દાટી હતી. અને તેના ઘેર છે ગોકુલે વગેરે ઘણી રૂદ્ધિ હતી.
૭ સદાલ પુત્ર–પિલાસપુરમાં સદાલ પુત્ર શ્રાવક રહેતા હતા. સદાલપુત્ર કુંભાર હતો, તે પૂર્વે ગોશાલાના મતને હતો. પશ્ચાત્ વીર પ્રભુને પ્રાવક થયો હતો. તે બહુ ધનવાન હતો. વ્યાજે એક કરોડ સોનૈયા, વ્યાપારમાં એક કરોડ સોનૈયા તે રોકત હતું અને ભૂમિમાં નિધાન રૂપે તેણે એક કરોડ સોનૈયા દાટયા હતા. સદાલપુત્રની ન. ગરની બહાર પાંચસે દુકાન વાસણની હતી.
૮ મહાશતક રાજગૃહ નગરીમાં શ્રી વીરપ્રભુનો મહાશતક નામને ધનવાન શ્રાવક રહેતો હતો. તેણે વ્યાપારમાં સાત કરોડ સોના
હે રોકી હતી. વ્યાજમાં સાત કરોડ સોનામ્હારો અને નિધાનમાં સાત કરોડ સોનામહોરો રોકી હતી. તેના ઘેર ગાયોનાં આઠ ગોકુલ હતાં. તેના ઘેર દેવીઓને જીતે એવી રેવતી પ્રમુખ તેર સ્ત્રીઓ હતી. રેવતી પિતાના પિતાને ઘેરથી આઠ કરોડ સોનામહેરોનાં
For Private And Personal Use Only