________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) હાણના વ્યાપારી તરીકે મોતિશા શેઠ પ્રસિદ્ધ છે. ભવિષ્યમાં શું થશે તે હાલ જણાય નહિ. બંગાલ દેશમાં પટના શહેરમાં પૂર્વે અનેક કરેડાધિપતિ જેને થઈ ગયા છે. રાજગૃહી નગરીમાં શાલીભદ્રની પાસે અબજે સૌનેયા હતા તેની ગણતરી થઈ શકતી નહોતી. એક વખત નેપાલ દેશમાંથી એક વણજારો સોળ રત્ન કંબલ લાવ્યો હતા. શ્રેણિક રાજા તે રત્ન કંબલ લેઈ શક્યો નહિ. શાલિભદ્રની માએ તે રત્ન કંબલે લીધી અને કકડા કરીને શાલીભદ્રની બત્રીશ વધુઓને વહેંચી દીધી. બત્રીશ વધુઓએ તે કકડાઓને પગ ધોઈને વાપીમાં નાખી દીધા. આ ઉપરથી સહેજે સુજ્ઞ બંધુઓ સમજી શકશે કે શ્રી વીપ્રભુના વખતમાં શ્રાવકેને ત્યાં અતુલ લમી હતી.
૧ શ્રી વિરપ્રભુનો આનન્દ શ્રાવક વાણિજ્ય ગામમાં રહેતો હતો. તેણે ચાર કરોડ સોના મહોરે પૃથ્વીમાં દાટી હતી. ચાર ક્રેડ સેના મહોરો વેપારમાં રોકી હતી. ચાર ક્રોડ સોના મહોરો વ્યાજે ફેરવતે હતા. તેનાં પાંચસે ગાડાં વ્યાપાર માટે પરદેશમાં ફરતાં હતાં. તેનાં પાંચસે ગાડાં ઘાસ અને લાકડાં લાવવામાં રોકાયેલાં રહેતાં હતાં. તેનાં ચાર મોટાં વહાણે વ્યાપાર માટે સમુદ્રમાં ફરતાં હતાં. દશહજાર ગાયોનું એક ગોકુળ થાય એવાં ગાયનાં ચાર ગોકુલ તેના ઘેર હતાં.
૨ કામદેવ શ્રાવક-ચંપા નગરીમાં કામદેવ શ્રાવક રહેતું હતું. કામદેવને છ કરોડ ના મહેરે ઘરમાં હતી. છ કરોડ સોના મ્હોરો વ્યાજે ફરતી હતી. અને છ કરોડ સોના મહેરો પૃથ્વીમાં દાટી હતી. દશહજાર ગાયનું એક ગોકુલ એવાં છે ગોકુળ તેના ઘેર હતાં.
ચુલપિતા–વાણુરસી નગરીમાં ચુલપિતા નામને શ્રાવક રહેતો હતો. તેણે આઠ કરોડ સોનૈયા નિધાન તરીકે પૃથ્વીમાં દાટયા હતા. આઠ કરોડ સોનૈયા વ્યાજે મૂકેલા હતા. આઠ કરોડ સોનિયા વ્યાપારમાં રોક્યા હતા. તેના ઘેર ગાનાં આઠ ગોકુલ હતાં.
For Private And Personal Use Only