________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
હેતા હતા. શ્રીમાલ પુરાણમાં વીશા શ્રીમાલી વગેરેની ઉત્પત્તિ આપી છે તે જાહી છે. મહાલક્ષ્મી શ્રીમાળીએની કુળદેવી હતી પણ લક્ષ્મીદેવીની જમણી બાજુમાંથી ઉત્પન્ન થયા તે વીશા અને ડાબી બાજુમાંથી ઉત્પન્ન થયા તે દશા વગેરે ગપ્પ પુરાણુ લખીને લેાકેામાં ખાટી માન્યતા ફેલાવવા પ્રયત્ન કર્યા છે. કારણ કે દશાશ્રીમાલીની ઉત્પત્તિ વસ્તુપાલના વખતથી થઇ છે. શ્રીમાલનગરના રાજા અને ક્ષત્રિયાને જૈનાચાર્યે પેાતાના જૈત ધર્મમાં દાખલ કર્યો ત્યારથી તેએ શ્રીમાલ નગરના નામે શ્રીમાલિ વાણિયા તરીકે પ્રસિદ્ધ પામ્યા. આ બાબતમાં જૈન ગ્રન્થા સારૂ અજવાળું પાડે છે. વસ્તુપાલના વખતમાં વસ્તુપાલ અને તેજપાલના પક્ષમાં રહેનારા વીશા શ્રીમાલિ વાણિયા, દશા શ્રીમાલી તરીકે ગણાવા લાગ્યા તેની જૈન ગ્રન્થથી સાખીતી થાય છે. શ્રીમાલ નગરને છોડીને કેટલાક શ્રીમાલી વાણિયા મંડાવડમાં ગયા ત્યાં ભટ્ટી, ચડુવાણુ, ઘેલેાટ, ગાડ, ગોહીલ, હાડા, જાદવ, મકવાણા, પરમાર, રાઠોડ અને થરાદરા રજપુતે ને જૈનાચાર્યાએ પ્રતિમાધી જૈન મનાવ્યા અને તે પણ શ્રીમાલી વણિક વગેરે તરીકે વ્યાપાર કરવાથી ગણાવવા લાગ્યા. પૂર્વે ક્ષત્રિયા જૈન હતા. અને ક્ષત્રિયેાજ વ્યાપાર કરવાથી વાણિયા ગણાવા લાગ્યા. ક્ષત્રિયાનાં કેટલાં કુલ છે તે અત્ર સંબધયેાગે પ્રસંગાપાત્ત કહેવામાં આવે છે. છત્રાશ કુલમાં ક્ષત્રિયાને સમાવેશ થાય છે—તથા ૧ સૂર્યવંશી, ૨ ચંદ્રવંશી, ૩ જાદવ, ૪ કચ્છવાહા, પ પરમાર, ૬ તુવાર, છ ચહુવાણ, ૮ સેલંકી, ૯ હિંદુ, ૧૦ સીલાર, ૧૧ આભાવર, ૧૨ દાહિમા, ૧૩ મકવાણા, ૧૪ ગરૂમ (ગાહીલ), ૧૫ ગહીલાત, ૧૬ ચાવડા, ૧૭ પરિહાર, ૧૮ રાવરાઠોડ, ૧૯ દેવડા, ૨૦ ટાંક, ૨૧ સિંધવ, ૨૨ અનિ,૨૩ યાતિક, ૨૪ પ્રતિહાર, ૨૫ દૃધિખટ, ૨૬ કારટપાલ, ૨૭ કાટપાલ, ૨૮ હુગુ, ૨૯ હાડા, ૩૦ ગાડ, ૩૧ કમાટે, ૩૨ જટ, ૩૩ યાનપાલ, ૩૪ નિકલવર, ૩૫ રાજપાલ, ૩૬ કાલછર, એ
For Private And Personal Use Only