________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતે તે રાજને બપ્પભટ્ટસૂરિએ ઉપદેશ આપીને જિનભક્ત બનાવ્યું હતા. બપ્પભદિના ઉપદેશથી આમ રાજા પદ્ધ જૈન થયો. તેણે ગોપગિરિ પર્વત પર કાન્યકુન્જમાં-સતારક નગર અને મોઢેરામાં જૈનમંદિર બંધાવ્યાં હતાં. મોઢેરાના મઢવાણીયાઓ જૈનધર્મી હતા. આમ રાજાના પુત્ર ભોજરાજાએ જૈનધર્મ પાળીને જૈનધર્મની ઉન્નતિ કરી હતી. તે વખતમાં ગુજરાતમાં વનરાજ ચાવડે જૈનધર્મી હતો. તે ચૈત્યવાસિ શીલગુણિસૂરિને પિતાને ગુરૂ તરીકે માનતે હતો. વનરાજ ચાવડે પાટણની ગાદી પર બેઠે તેણે જનધર્મની સારી રીતે ઉન્નતિ કરી. પાટણમાં પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં વનરાજ ચાવડાની મૂર્તિ છે. પંચાસર નગરમાંથી પંચાસરા પાર્શ્વનાથને પાટણમાં લાવનાર વનરાજ હતું. વનરાજ ચાવડાના વડુઆએ શિલાદિત્ય વગેરે જૈનધમાં હતા. પાટણની ગાદી પર આવનાર વલ્લભીના રાજાના વંશ ચાવડાવંશ તરીકે ગણાવા લાગ્યા. તેના વંશમાં માણસા અને વરસોડાના ઠાકોરો હાલ વિદ્યમાન છે. ગુજરાતમાં છેલ્લામાં છેલ્લો સોલંકી કુમારપાળ જૈન રાજા થયો. ગુજરાતમાં વસ્તુપાળ અને તેજપાળ એ બે દશાશ્રીમાળી જૈન મહા પ્રધાને થયા. વિક્રમની તેરમી સદી સુધી ગુજરાતમાં અને દક્ષિણ દેશમાં જેન રાજાઓ વિધમાન રહ્યા પશ્ચાત્ જેનધર્મ પાળનાર રાજઓ રહ્યા નહિ. જેનેથી ઉદ્દભવેલી ભાષાઓ તથા ખેડાયેલી ભાષાઓ.
જેનાથી માગધી ભાષાને ઉદ્ભવ થયો છે. માગધી ભાષામાં લખાયેલાં હાલ હજારો પુસ્તક મળી આવે છે. પિસ્તાલીશ આગમ પ્રકરણ ગ્રન્થો અને ચરિત્ર વિગેરે હજાર જૈન ગ્રન્થોને માગધી ભાષામાં લખાયેલા દેખીને કેને આનન્દ ન થઈ શકે. આર્યાવર્તમાં જ્યાં સુધી માગધી ભાષાના ગ્રન્થ રહેશે ત્યાં સુધી જૈનાચાર્યોની કીર્તિ રહ્યા કરશે. જેથી પિશાચી, શાસે, ૮ માઓ વગેરે ઉત્પન્ન
For Private And Personal Use Only