________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) જૈન સાધુની દીક્ષા અંગીકાર કરી હતી. શ્રી વીર પ્રભુએ આખા હિંદુસ્તાનમાં વિહાર કરીને બેતાલીશ વર્ષ ધર્મને ઉપદેશ દેઈને કરોડ મનુષ્યોને જૈનધર્મીએ બનાવ્યા હતા. પિતાના હાથે તેમણે વૈદ હ. જાર સાધુઓને દીક્ષા આપી હતી અને પિતાના હાથે છત્રીશ હજાર સાધ્વીઓને દીક્ષા આપી હતી. તેમના એક લાખ ને સાઠહજાર શ્રાવકો તે બાર વ્રતધારી હતા. અને ત્રણ લાખ ચોપનહજાર શ્રાવિકાઓ તો બાર વ્રતધારી હતી. તે ઉપરથી સમજાય છે કે, અવિરતિ શ્રાવકે અને શ્રાવિકાઓ તો કરોડોની સંખ્યામાં હેવાં જોઈએ. શ્રી મહાવીર પ્રભુના સમયમાં ઘણા દેશના રાજાઓ જૈનધર્મ પાળતા હતા. કાશી અને કેશલદેશના રાજાઓ જૈનધર્મ પાળતા હતા. વિશાલાનગરીના ચેડારાજા શ્રી મહાવીર પ્રભુના મામા થતા હતા તેમણે શ્રાવકનાં બારવ્રત અંગીકાર કર્યા હતાં. સિધુ દેશ તરફને ઉદાયિ રાજા અને ઉજજયિની અર્થાત ભાળવા દેશને ચંડપ્રદ્યતન રાજ જૈનધર્મ પાળતો હતે. દશાર્ણ દેશને દશાર્ણભદ્ર રાજા જૈનધર્મ પાળતું હતું. શ્રી મહાવીર પ્રભુનું છેલ્લું ચાતુર્માસ શ્રી પાવાપુરીમાં હસ્તિપાલ રાજાની લેખકશાળામાં થયું હતું. પાવાપુરીને રાજા હસ્તિપાલ શ્રી વીર પ્રભુને ભક્ત હતે. શ્રી મહાવીર પ્રભુએ આશો વદિ અમાવાસ્યાની રાત્રીએ દેહનો ત્યાગ કર્યો અને મુક્તિપદ પ્રાપ્ત કર્યું તે વખતે પાવાપુરીમાં અઢાર દેશના રાજાઓ કે જે મહાવીર પ્રભુના સેવકો હતા તેમની કોન્ફરન્સ ભરાઈ હતી. તેમાં નવમલ્લકજાતિના કાશી દેશના રાજાઓ હતા અને નવલે છકી જાતિના કોશલ દેશના રાજાઓ હતા એ અઢાર રાજાઓ
શાલીના ચેટક રાજાના સામત હતા. તેમણે શ્રી વિરપ્રભુને નિર્વાણ મહોત્સવ કર્યો. મગધ દેશના રાજગૃહી નગરીના ચેડા મહારાજા શ્રી વિરપ્રભુના પરમભક્ત હતા. શ્રી વીરપ્રભુના વખતમાં નેપાલ પાસે આવેલા કપિલવસ્તુ નગરના શુદ્ધોદન રાજાના પુત્ર બુધે બુદ્ધ ધર્મ
For Private And Personal Use Only