________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अर्पणपत्रिका તપાગચ્છી આચાર્ય શ્રીમદ્ વિજયકમલસૂરિજીને અર્પણ
વિ. સં. ૧૯૫૪ની સાલથી મસાણામાં તમારા પરિચય થયે. તમો તથા મુનિશ્રી. વિજયધર્મસૂરિજી, વિજયસિદ્ધિ સૂરિ, મુનિરાજશ્રી કપૂર વિજયજી તથા મુનિશ્રી અમીવિજયજી વગેરે સાધુઓ, વિ. સં. ૧૯૫૪માં મેસાણામાં રાજારામ શાસ્ત્રી પાસે અને ભ્યાસ કરતા હતા, તથા હું પણ તે વખતે ગૃહસ્થદશામાં રાજા રામ શાસ્ત્રી પાસે તર્ક સંગ્રહ, વગેરેને અભ્યાસ કરતે હતું, મેસાણુમાં અમે તમે તથા અન્ય સાધુઓ ભણતા હતા, તે પ્રસંગે એક પ્રસ્તિ સાહેબ પાદરી તથા બીજા પ્રીસ્તિ બનેલા બ્રાહ્મણ ઉપદેશકે એ મેસાણા ઉપાશ્રયના સામેના ઓટલા ઉપર વ્યાખ્યાન આપવું શરૂ કર્યું અને તેણે હિંદુ જૈનધર્મ સંબંધી ખંડનની ટીકા શરૂ કરી, તે પ્રસંગે સર્વસાધુઓમાં તમારા ધમોભિમાનને જુસે વિશેષ પ્રમાણમાં ખીલી ઉઠ, પણ તમે જઈ શક્યા નહીં, તમેએ મને ઉત્તેજિત કર્યો, મેં વિ. સં. ૧૯૫૫ માં પહેલ વહેલું તમારા ઉત્તેજનથી તથા શ્રી કષ્પર વિજયજીના ઉત્તજનથી, પાદરી સાહેબના એટલાપર જ તેજ વખતે સામું ભાષણ આપ્યું અને પ્રીસ્તિયે ગાયે તથા સુવર વગેરે ખાય છે, ઈત્યાદિ બાબત પર ભાષણ ચલાવ્યું, તેથી હિંદુઓએ અને મુસલમાને એ ખ્રીસ્તિપાદરીસાહેબનું ભાષણ સાંભળવું બંધ કર્યું, અને મારા ભાષણમાં જોડાયા, પશ્ચાત પાદરી સાહેબ સાથે ચર્ચા ચાલી તેમાં તે હારી ગયા. ત્યારથી હજી સુધી મેસાણાના સામેના એટલા૫ર ભાષણ કરવાને કઈ ધૃતિ પાદરી હજી સુધી આ નથી. મારા જાહેર ભાષણની શરૂઆત ત્યારથી થઈ હતી. તમારામાં જૈનધર્માભિમાન ઘણું છે. મારી સાધુદશામાં પણ તમારી અને મારી ઘણી વખત મુલાકાત થઈ છે. સ્પષ્ટવકતા તરીકે તમે જાહેર પ્રસિદ્ધ છે. હાલમાં શ્રી વિજયાનંદ આચાર્ય મહારાજના સંધાડાના તમે નાયક (સૂરિ)
For Private And Personal Use Only