________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
G8
થકી ભિન્ન એવું શુભ યા અશુભપુદગલ ભેગવવું તેને પરનું ભેગવવું કહેવાય છે. કર્મ એ રૂપી વસ્તુ છે અને આત્માના ગુણો તે અરૂપી છે. એવા અરૂપી આત્મા તેને રૂપી વસ્તુનું જે કર્મના યોગે ભેગવવું તેને પણ સંબંધી ભેગવવું કહુએ છીએ.
આ સંસારિક જી ત્રણ પ્રકારે શુભ અશુભ પુદગલ જન્ય શાતા અને અશાતાદનીને ભગવે છે. હવે ત્રણ પ્રકાર કહ્યા તે નીચે મુજબ.
મન, વચન અને કાયા એ ત્રણથી શાતા અને અશાતા વેદની ભોગવે છે, તે સર્વે પર સંબંધી ભોગવવાનું કહીએ છીએ.
હવે સિદ્ધના જીવોને તે કર્મ નથી, તેથી પરવરતુ-પુગલ તેને ભેગ નથી. પર વસ્તુ-પુદગલ તેતે રૂપી છે અને પોતે તે અરૂપી છે તેથી તેમને રૂપીવસ્તુને ભેગા નથી, જ્ઞાન અને દર્શન જે પોતાના અરૂપી ગુણ તેને ભેગ પિતાને છે, કર્મ સહિત છ શુભ વા અશુભપુગલના સોગે જે શાતા અગર અશાતા વેદની ભેગવે છે તે પોતે સિદ્ધના જ જાણે છે પણ શાતા અશાતા જે રૂપી વસ્તુ જડ-પર સંબંધી, તેને ભેગ છે તે સિદ્ધના જીને હેતે નથી. અરૂપીને રૂપીગ નથી. અરૂપીને તે અરૂપી એવા જ્ઞાન દર્શનને ભેગ છે. માટે જ્ઞાન દર્શન વડે શાતા વેદની સિદ્ધિના છ ભેગવતા નથી એ વાત સત્ય છે.
વળી મી. જૈમલ લખે છે કે સંસારના છના સુખ દુઃખ સિદ્ધના જીવે જ્ઞાનવડે જાણે છે અને તેથી તેમનું અંતકરણ પણ સુખ દુઃખ ભેગવે છે, માટે વેદની માનવી જોઈએ.
અરે વાહ હજુ અંતકરણ એ શબ્દનું જ્ઞાન નથી તેથી વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રના અભ્યાસને નામે તે તમારામાં શૂન્યતા દેખાય છે. વળી રૂપી અને અરૂપી વસ્તુનું પણ જ્ઞાન નથી તેમજ વળી ગુરૂગમ તે હોયજ શેનું ! તેથી જેમ ફાવે તેમ મુખે એવે છે, પણ તેથી અમને હરક્ત નથી. એથી તે તમારું અજ્ઞાનપણાનું ભોપાળું પ્રગટ થાય છે તે ઉપર ધ્યાન આપે સાહેબ?
For Private And Personal Use Only