________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(અ) ગુજરાતનો ઈતિહાસ નક્કી કરવામાં, દાખલા તરીકે કુમારપાળ,
વસ્તુપાળ, જગડુ આદિના, (બ) ગુજરાતી ભાષાના અવતાર-વિકાસ-વૃદ્ધિના શેધનમાં, (ક) પ્રાચીન ગુજરાતીના નમુના માટે, (ડ) હાલની સંસ્કારી ગુજરાતી ભાષામાં અપરિચિત નવા પણ ઉપ
યોગી શબ્દનું ભંડોળ (Enriching) વધારવામાં, અને (૬) ગુજરાતી ગદ્ય, પદ્ય લખવાની શરૂઆત જૈન લેખકોએ કે બીજાએ
કરી એ નક્કી કરવામાં ઉપયોગી થાય એમ છે. (૨) શ્રી હીરવિજયસૂરિ, વિજયતિલકસૂરિ આદિના રાસથી જૈન આચા
નાં ચરિત્ર-ઈતિહાસ ઉપર પ્રકાશ પડી શકે તેમ છે. (૩) રાસેના મહટા ભાગને છેડે પ્રશસ્તિ આપેલી છે; તેમાં પ્રાયઃ ત્રણચાર
પેઢીનાં નામ છે, જેથી જૈન સાધુઓના વંશ-વૃક્ષ નક્કી કરી શકાય એમ છે. જુદા જુદા ગચ્છની પટ્ટાવલિઓમાં તો શ્રી સુધર્માસ્વામીથી (વિ. સં. પૂર્વે ૪૭૦ વર્ષથી) પટ્ટાવલિ લખાઈ ત્યાં સુધીના તે તે ગ
ચ્છના પદાધીશ આચાર્યોનાંજ નામ-તિથિ છે, ત્યારે આ રાસની પ્રશસ્તિ ઉપરથી બીજા સાધુઓનાં નામ-તિથિ-વંશ નક્કી થઈ શકે એમ છે; જે આ દિશામાં કામ કરનાર ઇતિહાસકારને ઉપયોગી
થવા યોગ્ય છે. (૪) બધા રાસને અંતિમ હેતુ (આંતહાર્દ ) ધર્મ ઉપદેશને છે; દાન
શીલ-તપ-ભાવ મુખ્ય વ્યવહાર ધર્મ ઉપદેશવાનો છે. અમુક નાયકનાં ચરિત્ર ગુંથનરૂપે દાખલા દષ્ટાંતધારા લેખકોએ, એ ઉપદેશને બહુ રસમય
અને આકર્ષક કર્યો છે. (૫) એ રાસમાંથી સોધક ટુચકા અને રસિક સુબોધયુક્ત કાવ્યકણિ
કાઓ જુદી તારવી શકાય એમ છે; અને એવાં જુદાં તારવી કાઢેલા કાવ્યકણેને ગુજરાતી ભાષાના “રત્નભાંડાગાર’ નામ પુસ્તકરૂપે યોજી
શકાય એમ છે. (૬) કેટલાક રાસમાંથી લેખકેનાં બુદ્ધિવૈભવ, કાવ્યચમત્કૃતિ, અને અલં
કાયુક્ત વાણી જોઈ સહૃદય વાંચકને આનંદ મળે એમ છે. (૭) એ રાસે ઉપરથી એ રસોના વસ્તુપાત્રને અનુસરી, એ રાસને શુદ્ધ
ધર્મ ઉપદેશરૂપ અંતિમ હેતુ લક્ષમાં રાખી, વર્તમાન શૈલીએ શુદ્ધ
For Private And Personal Use Only