________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન.
જૈન ધર્મમાં અનેક પ્રભાવક પુરૂષો થઈ ગયા છે, અનેક મહાન કીર્તિવાન કાર્યો થયાં છે, પરંતુ ઇતિહાસની આરસી નહિ હોવાથી તેમાંથી પ્રકટ થાય તેવા પ્રકારા પડી શકતા નથી. અત્યાર સુધીમાં ઈતિહાસ તરફ દુર્લક્ષ અપાયું છે, એટલુંજ નહિ પરંતુ તે પ્રત્યે ખીલકુલ રસ લેવાયા નથી, તેથી જગતને જૈનધર્મના સત્ય ઇતિહાસનું ભાન આપી શકાયું નથી. આ કારણે જૈનધર્મ અમુની શાખા છે એવા ભયંકર, અને ક્રૂર આક્ષેપો થવા પામ્યા છે, અને જો હવે વખતસર ચેતીને ઇતિહાસપર્ટને જેટલા મળી શકે તેટલે ભેગા કરી વિસ્તારતા નહિ જઇએ, તેા ભવિષ્યમાં જૈનધર્મનું જાજ્વલ્ય શું હતું તેની ઝાંખી પણુ કરાવી શકીશું નહિ, એટલુંજ નહિ પરંતુ તે અસ્તિત્વમાં છે કે નહિ તે સંબંધી ખીજાનું લક્ષ સુદ્ધાં આકર્ષી શકીશું નહિ.
આ ઇતિહાસ ભેગા કરવા માટે હમણાં જે જે ઉપલબ્ધ સાધના છે તેના છૂટથી અને વિના લેાભે ઉપયાગ કરવાની જરૂર છે, તેમાં રાસ, દરેક ગ્રંથની તેમજ સ્તવન સઝાયની પ્રશસ્તિ, પ્રબંધ, ચરિત્રા ખાસ જગ્યા, લે છે. કેટલાક રાસેા ખાસ ચરિત્રનિરૂપકજ છે અને તેમાંના કેટલાક જે મળ શક્યા તેને ઉપયોગ આ પુસ્તકમાં કર્યાં છે.
‘ રાસ ’ ગુજરાતીમાં લખાયા છે અને તે જૈન સાહિત્યમાં સારા ભાગ ભજવે છે, અને તેની શરૂઆત ૧૪ મા સૈકાથી થયેલી જણાય છે. પંદરમાં સૈકામાં તેથી સારી રીતે વધુ પણ પ્રમાણમાં ચાડા લખાયેલ મળી આવ્યા છે. શેાધખેાળ કરતાં વિશેષ મળી આવે તેવા સંભવ છે. ત્યાર પછી સેાળમી સદીની શરૂઆતથી હમણાંની સદીના આર્ભ સુધીમાં ગુજરાતીમાં લખાયેલ જૈન રાસા ઘણા દેખાય છે. આ રાસાને કાવ્યસાહિત્યમાં ગણુવા કે નહિ તે મધ્યસ્થ સાહિત્યવેત્તાનું કામ છે.
* આ રાસેાની પ્રથમ દર્શને પ્રતીત થતા ઉપયાગિતા આદિ અત્રે ટાંકવું ઉપયાગી થશેઃ——
(૧) આ રાસેામાંના કેટલાક ભાગ,
જૈન સાહિત્ય ’–રા. રા. મનઃસુખલાલ કરચંદ મ્હેતાના ત્રીજી ગુજ રાતી ‘સાહિત્ય પરિષદ્' વખતે વહેંચાયેલ નિબધમાંથી અત્રે ઉતારીએ છીએ.
For Private And Personal Use Only