________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
મણિ સુવર્ણ ભૂષણ, ભૂષિત તનુ સુકુમાલ; સેહિ વદીએ મંગલ, કેકિલ કંઠ રસાલા. કેઈ ચડીયા પાલા, નરનારીનાં વૃંદ; ગુરૂ વદન નિહાળે, પુરૂં પુનમચંદ. ગુરૂ મહીમા મંદિર, કીધું નકાર પ્રવેશ: દિન દિન અતિ એછવ, હવે નયર વિશેષ. મંડપ બહુ રચિયા, જાણે ઇંદ્ર વિમાન; જલ જાત્રા આડંબર, કરે સુરનર ગુણ ગાન. શુભ દિન શુભ લગનિ, થાપે એ વિહાર શ્રી વિમલ જિણેસર, મૂળ નાયક જયકાર, સંઘપતિ ભારહમલ, નામે પાસ જિર્ણદ; અજયરાજ અનેપમ, પૂજ઼ પઢમ જિર્ણદ. તું જૂ સંઘવિણ સુખકર, મુનિ સુવ્રત જિન દેવે; શુભ મુહુરત સંઠિયા, સુર નર કરે નિત સેવો. વાચક મુક્તામણિ, શ્રી કલ્યાણવિજય ઉવઝાય; કરે હરખે પ્રતિષ્ઠા, ઇંદ્રાદિક ગુણ ગાય. ઈંદ્ર વિહાર અનેપમ, દીઠે હોઈ આણંદ, જાણે ઈંદ્ર ભવનથી, અવતરીએ સુખ કંદ. ધન્ય ધન્ય અવતારા, ધન્ય દ્રિરાજ તારૂં નામ; લછિ લાહુ જે લીધે, કીધ અને પમ કામ. સંઘ ભગતિ ભલી પરિ, કરે સંઘપતિ દ્વિરાજ; પટકૂલ પહિરાવે, દીજે ભૂષણ શુભ કાજ, જાચક જન મિલિયા, સંખ્યા સહસ દસ કીધ; પંચામૃત ભેજન, ટકા ઉપરિ દીધ. શ્રી કલ્યાણવિજય ગુરૂ, વિચરે જગિ જયવંત; દેશાવર ફલીયા, હુઆ લાભ અનંત.
દુહા,
રાગ કેદારે. મોટાઓ જગિ વ્યાપારીઓ, કલ્યાણવિજય મુનિ સિંહ વ્યવહાર શુદ્ધ વાણિજ કરે, ધરમ ન લેપે લીહ.
For Private And Personal Use Only