________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૧૦
ગુરૂ લગતા કરે પૂજણું, સેવન રૂપારે નાણ; સ્વર પક્ષી તિહાં બહુ મિલ્યોરે, જુઓ જુઓ પુણ્ય પ્રમાણેરે. ગુ. ૧૭ પૂજણું થયું તિહાં અતિ ઘણું રે, રૂપાસે બેચ્યાર; હવે ઉત્તર કારિજ તરે, સાંભળજો અધિકારરે.
૨. ૧૮ ( દુહા માંડવી.
માંડવી કીધી અતિ ભલી, ખંડ અઢાર જસ માન; વીંટી કસબી વણ્ય, જાણે અમર વિમાન. પંચવરણ નીકી બની, જિમ વસંત વનરાય;
સેવન કલશ સેહામણા, ઉપરિ ધરયા બનાય. પંચવરણ ધ્વજ શોભતી, મુકી તિહાં મનરંગ;
અલક મુલક જેવા મિલ્યા, દકે હેઈ ઉછરંગ. તેહમાં ઉત્તર પટ ધરી, પિઢાડયા ભગવન્ન; ગુરૂભક્ત વીંટી વળ્યા, પાસે પુરૂષ રતન. તિહાંથી ઉપાડે માંડવી, મોટા પુરૂષ પ્રધાન; ચાલ્યા અગર ઉખેવતા, માણસનું નહિ માન. સહસગમે સાથે મિલ્યા, કેતુક જોવા માટ; પંચ શબ્દ વાજે સખર, અગર ઉખેવતા વાટિ. પઇસા તિમ ઉછાળતા, ગાએ તે જગભાટ; માદલતાલ, વજાવતા, માણસના બહુ થાટ. ઈણિપરિ બહુ આડંબરે, પહુંચાયા વરડામ; મણ અઢાર સૂકડિ તણી, કચહિ ખડકી તિહાં ઠામ. ૮ અગર સવામણ ખડકી, ચૂઓ કસ્તૂરી સાર; અંબર તિમ વલિ અરગજે, તે મહત્યે તિણિ વાર. ૯ મુખ ઉપરિ મેહલી તદાનું સેવન નાણું સાર; દૂધધાર દેઈ કરી, સંઘ કરે સતકાર.
શ્રી પૂજ્યને બોલાવીને, નાહી નિર્મળ નીર; - નયણે આંસૂ વરસતા, શ્રાવક ગુણ ગંભીર. ૧ સુવર્ણ, ૨ દુનિયાના દેશના માણસે. ૩ સુખડ, ૪ ચિતા
For Private And Personal Use Only