________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાલ ૮ મી. (સીહીને સાલું છે કે ઉપર જોધપુરી—એ દેશી.) ચોમાસાં, વિહાર.
ત્રિશનું માસું છેકે, સાણંદ ગામ કરી, રાજનગર ચોમાસાં હોકે, તિન કર્યા ફરી; દેય વિસનગરે હેકે, ચોમાસાં રહ્યાં, વ્યાખ્યાને ભગવતી હોકે, વાંચે ગહગહ્યાં. કરી પાટણ સંઘે છેકે, વિનતિ મન રંગે, ગુરૂ વહેલા પધારે છેકે, પાટણ ઉછરંગે; તવ વિશલનગરથી છેકે, ગુરૂજી વિહાર કરે, અનુક્રમે આવ્યા છેકે, પાટણ પરિસરે. પધરાવ્યા ઉપાશ્રયે હોકે, સામૈયું કરી, અનુગદ્વારની હોકે, વ્યાખ્યા નિત કરે; વહે ઉપધાન શ્રાવિકા હેકે, પહેરે માલ ભલી, ગુરૂ મધ્યાહે હોકે, વાંચે સૂક્ષ્મ શાસ્ત્ર વલી. મોદી પ્રેમચંદ લવજી હોકે, સંઘમાં વિમલગિરિ, ગુરૂ ભેટે રંગે હોકે, પરિણતિ શુદ્ધ ધરી; આડત્રીશે લાંબી છેકે, ચેમાસું રહ્યા, વહે ઉપધાન શ્રાવિક હોકે, શ્રાવકા ઉમટ્યાં. રહ્યા ઓગણચાલિસે કે, મારું તિહાં; એક નવ હુવા હેકે, મા ખમણ જિહાં. પંચાંગી પ્રમાણે હોકે, તપસ્યા જાસ થઈ તે લેખે બીજીહો કે, જાણે ભૂખમરી. હવે વિસલનગરે હેકે, ચોમાસું કરે, વહિ શ્રાવિકા ઉપધાન હાકે, માલ કંઠે ધરે, કર્યું સ્નાત્ર અષ્ટોત્તરી હોકે, ઉપદ્રવ વારવા, સમેસરણ કરાવ્યું છેકે, પાપ નિવારવા. તાલે ચોમાસું છેકે, રાધનપુરમાં કરે, વ્યાખ્યાને ભગવતી હોકે, મુખથી ઉચરે; કલ્યાણજી જેવંત છેકે, મૈતમ નામે સદા, બદામથી પુજા કે, કરે ધરી અંગ મુદા.
For Private And Personal Use Only