________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજ અમ ઘર આંબે મેરી, આજ વૃઠી સેવન ધાર; આજ દુધે વૂઠા મેહુલા, આજ ગંગા આવી ઘર બાર. આજ. ૩ આજ દુધ મહિં સાકર મળી, વિમળાચળ નયણે દીઠ; લલિતા સરવર સુંદરૂં, એતો સફળ તિરથ ઉકંઠ. આજ. ૪ આજ કહેવરા સંઘમાં સહુ, મિઠાં ભેજન કરે સાર; દીન હીન દુઃખીયાને વળી, દાન દઈ જમે ઉદાર. આજ. ૫ રાજા ઉનડજી આવે, ભેટ લેઈ અપૂરવ તેહ ચતુરંગી સેના પસ, સામે આવી ને ધરીનેહ. આજ. ૬ આજ સેવક છું તુમ સદા, એ ગિરી રખોપા કાજ; સું પણ તમે અમને કરે, એ પાલીતાણાને રાજ. આજ. ૭ આદરમાન દીયે ઘણે, શેઠજી પૂછે સુખ સાત; મીલીયાં માંહોમાંહે વળી, જાત્રાની રજા દીએ જાત. આજ. ૮ હવે પંચ શબ્દ વાજા લઈ ગુરૂ તે તલાટી જાય; સાથીઓ પૂરે હરખ શું, શ્રીફળ નાણાં મુકાય. આજ. ૯ ગિરિ વધાવે મોતીએ, વળી રજત કનકનાં પુલ ભાવે ચિત્યવંદન કરે, પહિલે દિન એ અમૂલ. આજ. ૧૦ રાતિજ રાતે કરે, ઠામઠામ ગાય ભાસ; અનંતાનંત શિવ વર્યા, તેણે નામ કહ્યું કૈલાસ. આજ. ૧૧ હવે રજા આપે સંઘપતિ, કર જાત્રા સંઘ સહુ કય; મરૂદેવા મુખ જોઈ, દુઃખડાં નાખીને ખાય. આજ. ૧૨
શુચિ થઈ વસ્ત્ર પહેરીને, ધુપધાન લેઈ નિજ હાથ; પ્રભુ ભેટ ચડે ડુંગરે, સંઘ સહીત સજન વર્ગ સાથ. આજ. ૧૩ સાર સંભાળ લેઈ ઘણી, પરબ પાણી ઠામ ઠામ; વિસામે વિસામે મંડાવીને, એમ ખબર લે અભિરામ. આજ. ૧૪ ગઢ નિરખીયે બારણું, લળી લળી લાગે પ્રભુ પાય; પહેલી પળમાં પેસીને, અનુક્રમે મુળ દેરે જાય. આજ. ૧૫ મરૂદેવાનંદ નીરખીને, દશ ત્રિકે કરી પ્રણામ; ચૈત્યવંદન ભાવે કરી, સ્થિરતાએ કરે ગુણ ગ્રામ. આજ. ૧૬ સ્તવના કરે તે આગળ, સુણે શાતા વશમી ઢાળ; હરવર્દન સેવક ભણે, ખેમવદ્ધન થઈ ઉજનાળ. આજ. ૧૭
૧ રૂપું. ૨ નું. ૩ પવિત્ર.
For Private And Personal Use Only