SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં શ્રીમાળી જ્ઞાતિના શ્રી લક્ષ્મીચંદશેઠે સહસ્ત્રફણુ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા ગુરૂ પાસે સંવત ૧૮૫૪ ના મહા વદ ૫ ને સોમવારને દિને શુભ મુહુર્ત કરાવી, અને તેમાં ૪૭૨ જિન મૂર્તિઓ અને ૪૯ સિદ્ધચક્રની પ્રતિષ્ઠા કરી. પછી રાજનગરના ઓશવંશના હર્ષચંદ સંઘવીએ મેટે સંધ વિમલગિરિની યાત્રા કરવા કાઢયો. ત્યાર પછી સં. ૧૮૫૭ માં સંઘને એવો ઉપદેશ કર્યો કે સમેતશિખરમાં જીર્ણોદ્ધાર કરાવવાની ઘણી જરૂર છે. આથી સધે તેમજ ખાસ કરી શ્રી ખેમા લાલાની મદદથી જીર્ણોદ્ધાર કરાવ્યા. પછી સં. ૧૮૫૮ માં લીંબડી ચોમાસું કર્યું. ત્યાંથી ૧૮૫૮ માં અમદાવાદ આવી શ્રી ગુરૂએ વૈશાખ શુદ ૭ ગુરૂવારે પ્રતિષ્ઠા કરી. અહીં રાજનગરમાં બે માસાં કરી પાટણ વિહાર કર્યો. ત્યાં ભગવતી સૂત્રની વાંચના કરી જ્ઞાનપૂજા શા રાયચંદ (મીઠાચંદ લાલાચંદ ના પુત્ર) પાસે કરાવી, બીજ પ્રભાવનાનાં કાર્યો કયો. ભગવતી સૂત્ર પૂરું થયું ત્યારે રાજનગરથી શા. કર્મચંદશેઠ ખાસ કરી આવ્યા અને સામૈયા સાથે મેટો મહિમા થયો. નકારસી સામીલ આદિ થયાં અને સંધમાં જ્યકાર વર્તા. દેહોત્સર્ગ. હવે ગુરૂને મસ્તકના અર્ધ ભાગમાં વ્યાધિ લાગુ પડે, છતાં સમાધિ રહી ૨૮ દિવસ સુધી ઉત્તરાધ્યયન સૂત્રની આરાધના કરી સંવત ૧૮૬૨ ના ચૈત્ર સુદ ૪ બુધને દિને, ચારે અનાદિકને ત્યાગ કર્યો અને સાંજે પડિકમણું કર્યા પછી થોડી જ વારમાં સ્વર્ગપદ પામ્યા. આના સ્મારકમાં ભસ્યપાલ છોડાવી અનેક ધર્મદાન સંઘે કર્યો. ઉપસંહાર. વિમળાચળની તેર વાર, ગિરનારની ત્રણ વાર, સંખેશ્વરની એકવીશ વાર, ગોડી પ્રભુની ત્રણ વાર, તારંગાજીની પાંચ વાર, અને આબુજીની એક વાર યાત્રા કરી છે. આવી રીતે તીર્થયાત્રા કરી ગુરૂએ પુણ્યનો સારો ભાગ લીધે છે. વળી પોતે કવિ હતા અને ૫૫૦૦૦ નવા ક્ષેક કરેલ છે. ગૃહવાસમાં ૧૪ના વર્ષ રહી દીક્ષા લીધી, અને ૫૭ વર્ષ દીક્ષા પાળી. ગુરૂપરંપરા. વીરસ્તુતિરૂપ હુંડીનું સ્તવન શ્રીમદ્દ યશવિજ્યજીએ રચ્યું છે, તેપર શ્રી પદ્મવિજયજી મહારાજે બાલાવબોધ કરેલ છે (સંવત ૧૮૪૯ વસંતપંચમી બુધવાર) આમાં પોતાની પ્રશસ્તિ નીચે પ્રમાણે સંસ્કૃતમાં આપી છે – सूरि विजयदेवाख्य स्तपोगच्छाधि नायकः । विख्यात स्त्रिजगत्यासीद् विद्यया गुरुसनिभः॥१॥ तस्य पट्टोदयाद्री श्री विजय प्रभसूरिराट् । आदित्य इव तेजस्वी सिंहवञ्च पराक्रमी ॥ २॥ For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy