SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ ઝઝઝઝઝઝઝઝઝલ જ કલ્યાણવિજયગણિ. . પૃષ્ઠ ૨૧૪–૨૩૮. ભરતક્ષેત્રમાં ગુર્જર દેશમાં પલડી નામે નગર હતું, તેમાં પ્રાગવં. અને સંધવી આજડ નામે રહેતો હતો. તેને પુત્ર સંધવી ઝપુર (?) હતો. તેને બે પુત્ર થયા. તેમાં રાજસી નામને પુત્ર અતિ ઉદાર હતો. તેને પુત્ર થિરપાલ નામે હતા. આ વખતે ગુજરાત દેશમાં મહમૂદ નામને સુલતાન રાજ્ય કરતો હતો, તેની પાસે થિરપાલ ગયો અને સુલતાને બહુ માન આપ્યું અને પછી લાલપુર નામનું ગામ ભેટ આપ્યું. શિરપાલે લાલપુરમાં નિવાસ કર્યો. એકદા હેમવિમલસૂરિ ત્યાં વિહાર કરતાં આવ્યા, અને દેશના આપવા લાગ્યા. થિરપાલે પછી સંવત ૧૫૬૩ માં એક જિનમંદિર કરાવ્યું. ૧. મહમૂદશાહ ૧ લો (એગડે) ઈ. સ. ૧૪૫૯-૧૫૧૩ આ ઘણાજ પરાકમી અને મિલનસાર સુલતાન હતા. તેને મુસલમાનોને સિદ્ધરાજ કહીએ તે ચાલે. તેની બહાદુરી, કૈવત, ન્યાય અને મુસલમાન ધર્મ ઉપર દઢ આકીન એ વખાણવા જેવા ગુણ હતા. તેપણ ધર્મના ઝનુનમાં હિંદુઓનાં દેવળ તોડી પાડી તથા મૂર્તિઓ ભાગી નાખી તેણે પોતાની કીર્તિ ઝાંખી કરી છે. તેના દરબારમાં ઘણા વિદ્વાનો અને ધાર્મિક પુરૂષો માલમ પડતા. ગુજરાતમાં મુસલમાની વખતની કઈ પણ ઈમારત એવી નથી કે જેની સામે લોકે મહમુદશાહ બેગડાનો સંબંધ જોડતા નથી. ગુજરાતને અર્વાચિન ઈતિહાસ. પૃ. ૧૧. - ૨. હેમવિમલસૂરિ–તપાગચ્છની ૫૫ મી પાટે થયા. આના સમયમાં સાધુ સમુદાય ક્રિયાશિથિલ હતો છતાં પોતે સાધુના ખરા આચારની મર્યાદા ઉલ્લંધી ન હતી. વળી બ્રહ્મચર્ય અખંડ રાખી બીલકુલ નિષ્પરિગ્રહી રહી સર્વજનમાં વિખ્યાત મહાન ચશસ્વી સંવિગ્ન સાધુ હતા. તેમના સમાગમમાં જે જે આવતા તે દીક્ષા લઇ ક્રિયાપરાયણ સાધુ થતા; એટલું જ નહિ પરંતુ ક્ષમાશ્રમણ આદિની પેઠે અવિહત પકવ અન્ન પોતે ખાતા નહિ. કેટલાક કુંકા મતના ઋષિઓએ (સાધુઓએ) પણ તે મત છોડી તેમની પાસે દિક્ષા લીધી. આમના સમયમાં સં. ૧૫૬૨ માં ગૃહસ્થ કટકે ત્રિસ્તુતિકમત-પાછળથી પ્રસિદ્ધ થયેલ કટકમત કાઢ. સં. ૧૫૭૦ માં વીજા નામના વિષધરથી વીજામત નામનો મત કુંકામતમાંથી છૂ થઈ પ્રવર્યો. સં. ૧૫૭૨ માં ઉપાધ્યાય પાવૅચંદ્ર પોતાના નામથી એક જુદે મત નાગપુરીય તપગચ્છથી જુદો કાઢી પ્રવર્તાવ્યો. : --પટ્ટાવલિ. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy