________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાણમાં જેટલું દેવકનું સ્વરૂપ જે સ્પષ્ટ છે તેના કરતાં જૈનશામાં હજાર ગણું દેવલેક અને દેવેનું તાત્ત્વિકદૃષ્ટિએ સત્ય સ્વરૂપ છે. તેમજ નરકોનું અને નારકીઓનું વિશાલ સ્પષ્ટ
સ્વરૂપે વર્ણવવામાં આવ્યું છે. જૈનશામાં જેટલું કર્મનું સ્વરૂપ વિસ્તારથી લખવામાં આવ્યું છે તેટલું વેદમાં ઉપનિષદમાં અને પુરાણમાં નથી તેથી, પ્રભુસર્વ મહાવીરદેવના જ્ઞાનને ખ્યાલ સહેજે આવી શકે છે, ને સર્વ દર્શનમાં ધર્મશાસ્ત્ર પર એક સરખે સમભાવ છે અને મહેને અનુભવમાં જે કંઈ સત્ય લાગે છે તે જણાવું છું, છતાં રાજકીયદૃષ્ટિએ અને સમાજદષ્ટિએ વેદાદિકશાસ્ત્રોથી હિંદુઓ હાલમાં સર્વ વણેને રાજ્યના અંગ તરીકે ગઠવીને હિંદુરાજ્ય કરવાને સમર્થ બની શકે તેટલું જેનાથી જન રાજયવ્યવહાર પ્રવર્તાવવામાં જન સમર્થ હાલ નથી. તેઓ ભૂતકાલમાં હતા પણ હાલમાં નથી. વૈદિક હિંદુઓએ પિતાના ધર્મમાં ચારે વણેને રાખી વ્યવહારજીવનમાં સ્વતંત્રતા કંઈક જાળવી છે. જેને જૈનધર્મમાં ચારે વર્ણના મનુષ્યને રાખી શક્યા નથી. ચારે વણું મનુષ્યના સમૂહ વિના બહાર વ્યવહારમાં ધર્મને મોભે રહી શકે નહીં. જયારે જેને આગમ અને નિગમ બન્નેને માનતા હતા, ત્યારે તેઓ રાજકીય બાબતમાં તથા સમાજમાં પિતાના ધમી રાજાઓ પ્રધાને વગેરેને લાવી શકતા હતા અને રાજાઓ વગેરે ચારે વણને જેનધામ તરીકે રાખી શક્યા હતા. આગમમાં નિવૃત્તિધર્મની મુખતા હોવાથી તે ત્યાગીઓને ઉપયોગી છે. પાછળથી ગમે તે કારણે જનગૃહસ્થવર્ણય સંઘમાંથી બ્રાહ્મણે ક્ષત્રિય અને શદ્રો જુદા પડ્યા અને વૈશ્યજાતિમાંથી પણ અમુક વણિગુજતિ હાલ જૈનધર્મમાં રહી છે. ગૃહથિગુરૂએ જૈન બ્રાહ્મણે હતા તે પણ વૈદિક હિંદુધર્મમાં ગયા. વૈદિકપૌરાણિક હિંદુઓએ હુણ શિથિયન ગુર્જર વગેરે સવપરદેશી દેશી જાતે જે હિંદપર ચઢી આવી તેઓને ચાર વર્ણમાં દાખલ
For Private And Personal Use Only