________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને એજ પ્રમાણે વેદાંતદર્શનકારોએ અતિયોને વમતાનુકુલ કરી તેઓ પર વિવેચનલખ્યું છે તેમ હું ધારું છું અને જે સામા સર્વે મળે તે હું પણ ચાર વેદો અને ઉપનિષદો, ભગવદ્ગીતા, બ્રહ્મસૂત્ર વગેરે જૈનધર્મના આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનાનુકુલ છે અને તેથી જૈનતત્વજ્ઞાનનું પ્રતિપાદન થાય છે એવું વિવેચન કરીને દુનિયાની આગળ રજુ કરી શકે. આ ઉપરથી શ્રોતાઓ, વાચકો સમજી શકશે કે જેનનયજ્ઞાનસાપેક્ષદષ્ટિમાં દુનિયાનાં વેદાદિ સર્વ શાસ્ત્રો ધર્મો, મતે દઈને સમાઈ જાય છે અને સમ્યગુણિત્વને વૃદ્ધિ કરનારાં થાય છે એમ સમ્યજ્ઞાનીઓ ગીતાર્થે જાણે છે. તેથી જન દર્શને ધર્મની આરાધનામાં સર્વદર્શન ધર્મોની આરાધના આવી જવાથી જનોને અન્ય શાસ દર્શન ધર્મોને માનવાની જરૂર પડતી નથી. જેનધર્મ પાળતાં સર્વ સત્યધર્મ પાળી શકાય છે. આત્મામાં જૈનધર્મ જિનત અને જૈનત્વ છે. જેટલું પિંડે તેટલું બ્રહ્માંડે અને જેટલું બ્રહ્માંડે તેટલું પિંડે એમ વ્યષ્ટિ સમષ્ટિની એકતાએ સમજવું. ચૌદરાજલકાકારે મનુષ્ય શરીર છે તેથી ચૌદ રાજલેકમાં જે પદ્ધ છે તે શરીરમાં છે. તમે ગુણ, રજોગુણ અને સત્ત્વગુણ એ ત્રણ ગુણાતીત થતાં આત્મા પૂર્ણનન્દ અને પૂર્ણજ્ઞાનમય યુદ્ધ સિદ્ધ બુદ્ધ બને છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેધર એ ત્રણનાં અનેક રૂપકે છે તે આત્મામાં અને પ્રકૃતિમાં ઘટાવી શકાય છે એમ સમજવું જોઈએ. પ્રકૃતિની અપેસાએ સમષ્ટિગતતમે ગુણ તે મહાદેવ રૂદ્ર છે તથા વ્યષ્ટિગત તમોગુણ તે વ્યાક્તગત મહાદેવ છે, વ્યષ્ટિગત અને સમષ્ટિગત રજોગુણ તે વ્યષ્ટિ તથા સમષ્ટિગત બ્રહ્મા છે, વ્યષ્ટિગત અને સમષ્ટિગત સત્વગુણ તે વિષ્ણુ દેવ છે. હઠાગની અપેક્ષાએ રેચક તે મહાદેવરૂદ્ર છે. પૂરક તે બધા છે અને કુંભક તે વિષ્ણુદેવ છે. તથા ઈંડ તે ગંગા, પિંગલા તે યમુના અને સુષુમ્સ તે સરસ્વતી છે. ત્રિપુટી તે પ્રયાગ છે, હત્ય તે કાશી છે. મેરૂદંડ તે મેરૂપર્વત છે. બ્રાહ્મ તે કૈલાસ છે
For Private And Personal Use Only