________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશે. એવા અજ્ઞાન ભકતે એ જાણવું જોઈએ કે માયા કઈ ચેતન બ્રા નથી કે તે કૃપા કરી શકે અને ભક્તિ પર પ્રસન્ન થાય? માટે પરમેશ્વર–પરમાત્માને ભૂલીને રાગદ્વેષરૂપ માયાની જ ઉપાસના કરવી તે બ્રાંતિ છે. માયાની સેવા કરનાર સંસારમાં પુનઃ પુનઃ અવતરે છે. કેટલાક રાગદ્વેષની પરિણતિથી આત્મા ભિન્ન નથી, રાગદ્વેષ અજ્ઞાન અને આત્મા એક બ્રહ્મરૂપ છે એમ જેઓ માને છે, તેઓ અજ્ઞાનીઓ છે અને તે માયાની તમગુણબુદ્ધિકર્મથી ઘેરાયેલા છે. રાગદ્વેષ કામક્રોધ માન માયા લેભ કામ ઈર્ષ્યાદિ દુર્ગુણ અને બ્રા એક રૂ૫ અર્થાત રાગદ્વેષાદિ માયા તેજ બ્રહ્મજ સ્વરૂપ હોય તે પછી ભક્તિ વૈરાગ્ય મદમ સંતેષ જ્ઞાન ત્યાગ વ્રત તપ જપઆદિની આરાધના કરવાની જરૂર રહે જ નહીં. માયા તે બ્રહ્મજ છે એમ જે માનવામાં આવે તે અસત્યને સત્ય તથા અધર્મ ને ધર્મ, તથા શયતાન અને પ્રભુ એક રૂપથવાથી દુર્ગુણ રાગદ્વષ પાપકર્મના ત્યાગની જરૂર રહે નહીં અને તેથી દુનિયાના લેકે પાપકર્મને પણ બ્રહ્મ માનીત કર્યા કરે, અધમ અને ધર્મને ભેદન રહે, વિશ્વ પાપી બની જાય માટે માયાના સ્વરૂપથી આત્માને ધર્મ ભિન્ન માન જોઈએ. આત્માને સ્વભાવમાં જ્ઞાન અને આનંદમય છે. માયાને સ્વભાવ મિથ્યાત્વ બુદ્ધિ, રાગદ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લેબ, ઈર્ષ્યા, નિંદા, હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચારઆદિ દુષ્ટ વિચાર વૃત્તિ
ની પરિણતિરૂપ છે, તથા પૌગલિક જડસુખની અભિલાષારૂપ છે, તથા નામરૂપના મેહમાં મુંઝાવારૂપ છે. માયારૂપી નટડી સર્વ બ્રહ્માંડેના–લેકેના જીને નચાવે છે અને તેઓની પાસે હિંસામય યજ્ઞ કરાવે છે, તેમાં પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના બહાના નીચે પશુઓને હેમાવે છે. પુણરૂપ યજ્ઞપરમાર્થ વિચારે અને પદાર્થ પ્રવૃત્તિરૂપ યજ્ઞને કરવા દેતી નથી, ધર્મમાર્ગમાં ચઢતા મેટા મેટા મુનિવરને પણ સૂક્ષ્મનામરૂપી કીતિ કામ્ય પદા
For Private And Personal Use Only