________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् तत्त्वं पूषन्नपावृणु-सत्यधर्माय दृष्टये ॥ १५॥ | શબ્દાર્થ–સુવર્ણમયપાત્રવડે સત્યનું દ્વાર ઢાંકયું છે. તેને સત્યધર્મદૃષ્ટિમાટે તે દ્વારને હે પૂરીન ઉધાડ.
અનુભવા–જડ સુખનીપ્રીતિરૂપ માયા છે તેહિરણ્યપાત્ર સમાન છે તેનાથી આત્મારૂપસત્યનું આવરણ થયું છે અર્થાત્ કર્મરૂપમાયાએ આભારૂપ સત્યનું દ્વાર ઢાંકયું છે તે માટે પૂષન અર્થાત પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે છે કે હે પરમેશ્વર !! તું આત્મા પર આવેલું સુવર્ણ સમાન આકર્ષક મેહમાયાનું આવરણ ટાળ કે જેથી હું આત્માનું સત્ય સ્વરૂપ જાણું-પૂષનું નામ સૂર્ય અર્થાત પરમેશ્વરનું છે. ઋષિ પરમેશ્વરને પ્રાર્થના કરે છે કે હે પરમેશ્વર!! મારા આ ભાન પર મેહ માયા કર્મનું આવરણ છે તે દૂર કર કે જેથી સત્યધર્મને દેખવા હું જ્ઞાનપ્રકાશવડે સમર્થ થાઉ. ઉપર્યુક્ત મંત્રકૃતિથી આત્માપર કર્મમાયાનું આવરણ છે તે સિદ્ધાંત સત્ય કરે છે. કેટલાક લેકે કહે છે કે કર્મમાયાવડે આત્મા આચ્છાદિત થતું નથી પણ આ કૃતિથી અનાદિકાલથી આત્માની સાથે કર્મમાયાને સંબંધ છે તે સત્ય કરે છે અને તેથી કમાયાને પડદે ટાળવા માટે કર્મથી રહિત થએલા પરમાત્માની પ્રાર્થના કરેલી છે. આત્મામાં સત્યધર્મ-જ્ઞાન દર્શન ચારિત્ર વીર્યાદિરૂપ છે તે કર્મનું ઢાંકણ દૂર થતાં દેખાય છે. આત્માને એકતિ વ્યાપક માનવાથી આકાશની પેઠે તેની સાથે કર્મનું આવરણ ઘટી શકતું નથી માટે કમને સંબંધ છે ત્યાં સુધી વ્યવહારનયની અપેક્ષાએ આત્માને વ્યાય, શરીરવ્યાપક માનવામાં આવે છે અને હિરણ્યમય કર્મ પાત્રનું ઢાંકણુ ઉઘડતાંની સાથે કેવલજ્ઞાન પ્રગટે છે તે કેવલજ્ઞાનથી નિશ્ચયનયે આત્મા શુદ્ધબ્રહ્મ, સર્વ વિશ્વવ્યાપક બને છે. પરમાત્માની પ્રાર્થના
For Private And Personal Use Only