________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭ ચોગ્ય ધમૅકમ સેવાભક્તિ બતાચારને જે પાળતા નથી, તથા દુર્ગુણ દેષને જે ટાળવા પ્રયત્ન કરતું નથી તે કૃષ્ણપક્ષીઓ અદિયાવાદી છે. તે અવિદ્યારૂપ અંધકારમાં પ્રવેશ કરે છે. જ્યારે ચરમાવર્ત સંસારબ્રમણ બાકી રહે છે ત્યારે આત્માની રૂચિ પ્રગટે છે અને પિતાને આત્મા અનાદિકાલથી કર્મથી બંધાયેલે છે એમ જ્ઞાન થાય છે અને આત્માની શુદ્ધિ કરવા નિમિત્ત ધર્મક્રિયા કરવાની રૂચિ પ્રગટે છે. પાપની ક્રિયાઓ તરફ અરૂચિ થાય છે અને પુણ્યક્રિયા-ધર્મક્રિયા કરવા તરફ રૂચિ પ્રગટે છે. કર્મથી મુક્ત કરવાની ક્રિયા પ્રતિ રૂચિ પ્રગટે છે એવી માન્યતાવાળી ક્રિયારૂચિ દિયાવાદી છે. અનાદિકાલથી કર્મથી બંધાયેલ આત્મા, ધર્મક્રિયા કરવાથી મુક્ત થાય છે એ વાદી તે ક્રિયાવાદી છે. તે પ્રથમદશામાં તે મિથ્યાત્વગુણસ્થાનકવાળે હોય છે અને તે અધર્મક્રિયાની માન્યતા તથા તેની પ્રવૃત્તિને રવીકાર કરે છે, અને તે ચારિસંવિની ન્યાયે સર્વધર્મારાધનની ક્રિયા કરે છે એવી મિથ્યાત્વબુદ્ધિની દિશામાં પણ દેવ સાધુસંત ગુરૂધમેની રૂચિથી શુક્લપક્ષના અજવાળીયા જેવી આત્મદશાવાળ બને છે અને પશ્ચાત્તાની અનુભવી ગુરૂને બેધથી સમ્યજ્ઞાનને પામે છે અને બીજના ચંદ્રની પેઠે ઉત્તરોત્તરકાળમાં આત્માની ઉચ્ચગુથાનકદશાની પ્રાપ્તિ કરે તે જાય છે. જેમ બને તેમ તે કર્માવરને દૂર કરવા ઉત્સાહી બની પુરૂષાર્થ ફેરવે છે. કર્મના હેતુથી અને કર્મબંધારક અશુભ વિચારોથી તે અંશે અંશે વિરામ પામે છે. અશુભ વિચારોથી અને પાપકર્મોથી દૂર થવા પુરૂષાર્થ કરે છે. રાગદ્વેષકામાદિ મેહનીયકર્મની પ્રકૃતિને તે પ્રગટતી વારે છે અને મનમાં મેહ પ્રગટે નહીં એવી જ્ઞાનભાવના ભાવે છે. અશુભ વિચાર પરિણતિને ત્યાગ કરી શુભવિચારાચારને સેવે છે અને તેને પણ ત્યાગ કરી શુદ્ધાત્મસ્વરૂપમય બને છે. બાહ્ય વિદ્યાઓને તે નિરૂપયેગી માને છે. આત્મામાં જ પૂર્ણાનંદ છે અને તે મહાવરણથી
For Private And Personal Use Only