________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેલાય છે. હારે દુઃખ સહવા પણ સત્ય બોલવું. પથ્યપ્રિય, એવું સત્ય બેલવું. સત્ય બોલવું અને સત્યની કહેણી પ્રમાણે વર્તન રાખવું તેથી અસત્યથી મુક્ત થવાય છે અને આત્મારૂપ પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. અસત્યથી દુઃખ હાનિ છે. તે પ્રમાણે ચેરી કરવાથી મન વાણી, કાયાની હાનિ અને અત્યંત દુઃખ થાય છે. ચોરીનાઅન્ન ધન વસ્ત્ર વગેરેથી આત્મપ્રભુનું દર્શન થતું નથી. ચેરીથી પ્રભુ ખરેખર કરેડે ગાઉ દૂર રહે છે અને મેહરૂપ શયતાન પાસે રહે છે. ચોરી કરનાર પ્રસંગે સર્વ પાપોને કરે છે, તે પોતાના આત્માને છેતરે છે, તેને સર્વત્ર ભય ભાસે છે, તેને સ્વમમાં પણ નિર્ભયતા રહેતી નથી. કેઇની વસ્તુને ચોરવાથી અને ચોરવાની બુદ્ધિ કરવાથી મનવાણુકાયા અપવિત્ર બને છે, તે નરક સંમુખ જાય છે. પરમેશ્વરને હદયમાં અનુભવ્યા વિના કોઈને સત્યસુખ મળ્યું નથી અને મળનાર નથી. ભલે શહેનશાહ ચક્રવતી હોય તે પણ ચોરીની વૃત્તિ અને પ્રવૃત્તિથી પરમાનન્દને પ્રાપ્ત કરી શક્તો નથી. નરકના જેવાં દુખે સહન કરવાં પણ ચેરી ન કરવી. જડવસ્તુઓની. અહંતા મમતાથી મુક્ત થવાથી આત્મા તેજ પરમાત્મારૂપે પોતે પોતાને દેખે છે અને પોતે પોતાને મળે છે. ચેરીના વિચારે અને આચારોથી શાંતિ સુખ ગણ્ય કાલમાં પ્રગટનાર નથી એ દૃઢ નિશ્ચય કરી પ્રભુપ્રાપ્તિ માટે ચેરીને ત્યાગ કર. શેરને સહાય ન આપવી અને ચોરીની વસ્તુને વેચાતી પણ ન લેવી. અતેય ભાવથી વર્તતાં મનની શુદ્ધિ થાય છે અને મનની શુદ્ધિ થતાં પરમાત્માનાં દર્શન થાય છે. આત્મપ્રભુના દર્શન કરવાની જિજ્ઞાસા જેઓને થાય છે તેઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે. સ ગાભા ક્ષર્થે : તે આત્મા બ્રહ્મચર્યવડે પ્રાપ્ત થાય છે. દેહ વીર્યની રક્ષા કરવી અને મૈથુની ઈચ્છાઓને રાધવી તથા મૈથુનની પ્રવૃત્તિને ત્યાગ કરે. સુખની પ્રાપ્તિ માટે મિથુન કરવાની
થયા જમા
તે મારા
મન કરીને
For Private And Personal Use Only