________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાક્ષીભાવે વિકૃતિયાને
ધમકદાગ્રહમિથ્યાવૃત્તિને નાશ થશે અને આત્મા સ્વસ્વરૂપે સમજાય અને ધ્યાનસમાધિ યુદ્ધોપગબળે આત્મરવરૂપે આત્મા અનુભવાય. પ્રગટ જ્ઞાનાનંદાનુભવરસ તેજ આત્મરસ છે અને તેજ પ્રભુદર્શન તથા પ્રભુપ્રાપ્તિ છે અને એવી પ્રભુપ્રાપ્તિ થઈ એમ હૃદયમાં અનુભવાયું. સર્વજાતીયધામિકાદિ શાસ્ત્રોપર થતી શુભાશુભવૃત્તિ પણ હઠી અને શાસ્ત્રવાસનાના ત્યાગની સાથે સત્યને વિશેષ પ્રકાશ થવા લાગ્યા, અને સર્વ વિશ્વવતિ દર્શન મતપંથી ધમઓ પર સમભાવ પ્રગટવા લાગે એમ કરતાં કરતાં આત્મામાં જ આપશે રહીને સાક્ષીભાવે કર્તવ્યરૂપે વા કંઈ પ્રારબ્ધને પ્રવૃત્તિ થાય છે અને થશે અને ઔદયિકવૃત્તિયોને ઉપશમાદિભાવ થયે અને થશે. એ માર્ગે દુનિયાના લેકે આવે અને સર્વ પ્રકારના દુખમાંથી મુક્ત થાય એવા હેતુથી મનવાણકાવાને આવાં પુસ્તક લખવામાં ઉપગ કરાય છે અને તેમાં પણ નિરાસક્તિભાવને ઉપગ વતે છે છતાં નામરૂપમહાવરણ પ્રગટે છે તે તેને નાશ કરવા તુર્ત આત્મશુદ્ધોપગ ઝળકે છે. આત્માના શુદ્ધોપગ માટે અમસ્કૃત શુપયોગ નામને ગ્રન્થ વાંચ, સાંભળ, વિચારો. જગતમાં થતા શુભાશુભ વિચારે ગ્રહવા નહીં. તેના પ્રહણત્યાગથી વિમુખ તથા સાક્ષી તરીકે રહી આત્માના ઉપયોગમાં સ્થિર થઈ જવું તે જ શુદ્ધરાજયોગની સમાધિ છે, એવી સમાધિ છે તે ક્ષયોપશમભાવે અસંખ્યવાર આવે છે અને પાછી જાય છે તેવી શુદ્ધસમધિને વારંવાર અનુભવ કરીને આત્માનંદરસ ચાખ્યો છે તેથી આત્મદર્શન અર્થાત્ પ્રભુદર્શન અને ક્ષયોપશમભાવે પ્રભુની પ્રાપ્તિ થઈ છે અને ક્ષાયિકભાવે આત્મપ્રભુ પ્રગટાવવાની અર્થાત્ પ્રભુરૂપ થવાનું કાર્ય બાકી છે. આત્મારૂપ પ્રભુ છે અને તે અનુભવાય છે એવું સત્ય છે તે દુનિયામાં લેકની આગળ જાહેર કરવાથી જડવાદીનાસ્તિકલેક પણ આત્મબ્રહ્મનું અસ્તિત્વ સ્વીકારે અને તે
For Private And Personal Use Only