________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) વિદ્યાપુરીયા જેન શેઠ દેશી નથુભાઈ મંછારામ.
ઓશવાળ દેશી નથુભાઈ મંછાચંદ ગૃહરથ જૈન શ્રાવક હતા. વિજાપુરમાં તેમના જેવા વિરલ હશે. સં.૧૯૭૧ ની સાલમાં લગભગ બહેતેર વર્ષની ઉમરે તેમણે દેહ ત્યાગ કર્યો. તેમની વ્યાવહારિક કેળવણી તે સમયના જમાનાને અનુસરી હતી.તેમણે ધાર્મિક શિક્ષણ તેમના ઉપયોગી મેળવ્યું હતું ગુરૂમહારાજ શ્રીરવિસાગરજી મહારાજ પાસે જૈન ધર્મનું તાત્વિક જ્ઞાન મેળવ્યું હતું. બાલ્યાવરથાથી તેમ નામાં ધર્મનીતિમય જીવન પ્રકાર્યું હતું. અમદાવાદ વિદ્યાશાળાના સ્થાપક શ્રાવક રવચંદભાઈ સૂબા સાથે બાલ્યાવસ્થાથી તેમને ધાર્મિક જ્ઞાન ચર્ચા ગેઝીને સંબંધ હતો. તેમણે પૂજ્ય ગુરૂ શ્રી રવિસાગરજી મહારાજ પાસે સમ્યકત્વ અંગીકાર કર્યું હતું. સં. ૧૯૪૭ની સાલથી મારે તેમની સાથે ગૃહસ્થાવાસમાં પરિચય થયે. મારી ધાર્મિક વૃત્તિથી તે બહુ ખુશ થતા અને અપત્ય કરતાં મારાપર અને ત્યંત પ્રેમ રાખવા લાગ્યા. તેમના અત્યંત આગ્રહથી તેમના ઘર ઘરની પેિઠે ખાવા પીવાની વગેરેની પ્રવૃત્તિને વ્યવહાર વધવા લાગ્યું. ગૃહસ્થ દશામાં મારા વ્યાવહારિક ધાર્મિક અભ્યાસ માટે તેમની ઘણી કાળજી હતી. તેમના પરિચયથી તેમના ગુણે જાણવામાં આવ્યા. સાધુઓની અને સાધ્વીઓની સેવામાં એકઠા હતા. ઘરનાં કાર્ય મૂકીને સાધુઓની સેવામાં સ્વાર્પણ કસ્તા હતા. માસામાં સાધુએ, વિદ્યાશાળામાં રહેતા હતા તેઓને વાંદવા દેશપરદેશના શ્રાવકે અને શ્રાવિકાઓ આવતી હતી, તેમની સેવા ચાકરીને લાભ ઘણું પ્રેમથી લેતા હતા. મારી યુવાવસ્થામાં મારી સાથે જ્ઞાનનાં પુરતાનું વાચન શ્રવણ કરવામાં લાભ લેતા હતા. બાલ્યાવસ્થામાં તેમના સંગથી અનેક ધાર્મિક પુસ્તકો વાંચ્યાં-શ્રાવકના એકવીશ ગુણો પૈકી સર્વ. ગુણે પ્રાયઃ તેમનામાં હતા. ગુરૂભકિતમાં તે પ્રથમ નંબરના ભકત હતા તથા અન્ય સાધુઓની સેવા ચાકરીમાં પણ પ્રથમ નંબરના હતા તે અનેક જ્ઞાની પંડિત સાધુઓના સમાગમમાં આવતા હતા. તેમના
For Private And Personal Use Only