________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) ગુરૂનું હદય ખુલ્લું થઈ જાય છે અને ગુરુની આગળ શિષ્યનું હૃદય ખુલ્લું થઈ જાય છે. ગુરૂના હદયના સાગરના તળીએ પ્રવેશીને શિષ્ય અનેક મકિતક રને પામે છે. આત્મગુરૂ સાગરમાં સર્વ સાગર સમાઈ જાય છે. પરમદેવ પરમાત્મા મહાવીર પ્રભુના પર ગતમે જ્યારે પૂર્ણ શ્રદ્ધા, પ્રીતિ ધારણ કરી અને પ્રભુને દેવ તરીકે સ્વીકારી તેમને પોતાના મસ્તક પર હસ્ત મૂકાવ્યે તે જ વખતે ગોતમ ગુરૂ દ્વાદશાં ગીના ધારક બન્યા તથા ત્રણ જ્ઞાનના ધારક બન્યા. પિતાની ભકિત પ્રમાણે ગુરૂનું જ્ઞાન ઝીલવાને શિષ્યને આત્મા અધિકારી બને છે. પંચમારકમાં ગીતાર્થ ગુરૂનું આલંબન સર્વોત્કૃષ્ટ છે. ગુરૂઓ રાત્રી દિવસ જ્ઞાન આપવા તૈયાર છે. શિષ્યોએ ભકતોએ ગુરૂને ઓળખવા અને ગુરૂનું જ્ઞાન લેવા રસિયા થવું જોઈએ. મહાવ્યસનની પેઠે ગુરૂની સેવા પ્રાણુતે પણ ન છૂટે અને ભય ખેદ લજજાથી રહિત એવું વ્યસન લાગવું જોઈએ. ગુરૂજી જે બાધ આપે છે તેમાં અને સર્વજ્ઞ પરમાત્માના બેધમાં અંશ માત્ર ફેર નથી એવી પૂર્ણ શ્રદ્ધા પૂર્ણ પ્રીતિ પ્રગટવી જોઈએ, કારણ કે એવી પૂર્ણ શ્રદ્ધા પ્રીતિવિના સાક્ષાત્ પરમેશ્વર આવી કરોડો વખત ઉપદેશ આપે તે પણ ભકત શિષ્યને અસર થાય નહીં. ગુરૂમાં પરમાત્મપણું સત્તાએ અનુભવવું અને તેમની દેશના શ્રવણ કરતાં રામરાજી વિકસે એ ભાવ પ્રગટ જોઈએ. ગુરૂમાં પ્રભુ ભાવ પ્રગટે છે ત્યારે સ્વપ્નમાં પણ ભકત શિષ્યને ગુરૂજી ઉપદેશ આપે છે અને જાગ્રત્ અવસ્થાની પેઠે સ્વપ્નાવસ્થામાં અંતરમાં ગુરૂજી બોધ આપે છે. ગુરૂજીનાં વચને તેજ વેદે આગમ શાસ્ત્રો રૂપ જેને લાગે છે તે ભકત શિના દાસાનુદાસ થવામાં સુકિત છે. અમારી રચેલી શિષ્યપનિષદમાં શિષ્ય ભક્તના ગુણોનું સારી રીતે સ્પષ્ટી કારણ કરવામાં આવ્યું છે. શિષ્યપનિષદને ગુરૂગમ પૂર્વક જે ભક્ત શિષ્ય વાંચે છે, મરે છે તે શિષ્યપદના અધિકારી બની છેવટે ગુરૂપદના અધિકાર બને છે. ભકતએ શિષ્યોએ સદગુરૂ હૃદયની પ્રેરણાને સૂક્ષમ ધ્વનિ શ્રવણ કરવાને ગુરૂના હદયની સાથે પિતાનું હદય ઐકય કરી
For Private And Personal Use Only