________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાનરન.
( ૨૧ ) વચન સાંભળી પેલે ચાર અત્યંત આનંદ પામ્યો. પિતાનું મરણ થનાર નથી એવું નકકી જાણવાથી હેને સઘળે ભય ટળી ગયો. પાંચ રાણીએ પોતપોતાના કરેલા દાનની સ્પર્ધા કરવા લાગી. એક કહે મેં સારું દાન દીધું, બીજી કહે મેં સારું દાન દીધું. એમ વાદ કરવા લાગી. રાજાએ પાંચે રાણીઓને વાદ ટાળવા માટે સભા સમક્ષ રને બોલાવીને કહ્યું કે તું સાચું કહે કે કઈ રાણીએ દાનથી હારા ઉપર મોટો ઉપકાર કર્યો. આમ સભાની આજ્ઞા મળવાથી ચેરે સભાસમક્ષ કહ્યું કે, પહેલી ચાર રાણુંઓએ મહને અકેક દિવસ માટે છોડાવી ખુબ ધન વાપર્યું પણ બીજા દિવસે મરવાના ભયથી મહારા આત્માને આનંદ વા શાન્તિ મળી નહીં. પણ અભયપ્રદા રાણુએ જ્યારે અભયદાન આપ્યું ત્યારે મારા આત્માને ઘણે આનંદ થયે કે જેનું હું વર્ણન કરી શકું તેમ નથી. માટે હું અભયપ્રદાને વિશેષ ઉપકાર માનું છું. આયુષ્ય પર્વતની તે શાન્તિ આપનાર છે.
આ પ્રમાણે ચારનાં વચન સાંભળી આખી સભા અભયપ્રદાને ધન્યવાદ આપવા લાગી. રાણુના બેધથી હિંસક ચેર મટી અહિંસક થયો. ખરેખર આ દષ્ટાંતને ખૂબ મનન કરીએ તે માલુમ પડશે કે અભયદાનની શ્રેષતા ત્રણ ભુવનમાં ગાજી રહી છે એમ માલુમ પડયા
For Private And Personal Use Only