________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
[શ્રી ગુરૂબોધ તે જગમાં તેનું નામ અમર રહ્યું. હાલ પણ તેવા વિનયવંત પુત્ર તથા પુત્રીઓ થશે તે જગમાં અમર રહેશે. હે પુત્રો તથા પુત્રીઓ ! સદાકાળ સારા વિચાર હૃદયમાં ધારણ કરીને પિતાને વિનય કરે. વિનયના બદલામાં પિતા તરફથી તમે ઘણું મેળવી શકશો. પિતાના આશીર્વાદથી જગત માં સુખી થશે, જગતમાં વ્યવહાર ઉન્નતિ અને ધર્મેનતિને કરી શકશે. હે પુત્ર પુત્રીઓ ! વિદ્યા અને સુવિનયથી તમારી ઉચ્ચ સ્થિતિ થશે. સર્વમંત્રશિરોમણિ વિનય છે. પિતાને વિનય કરશે તે વિદ્યાગુરૂ તથા ધર્મગુરૂને વિનય પણ કરી શકશે. વિનયની શુભ પ્રવૃત્તિથી અનેક પ્રકારનાં વિનોનો નાશ થશે. તમારા પિતા તરફથી તમને ધન મળે અગર ન મળે તે પણ તમારે પિતાને વિનય કરવો એ આવશ્યક કર્મ છે. પિતાની શુ આજ્ઞાઓ કે જેથી આમેન્નતિ થાય તેને સદાકાળ આદર કરવો. પિતાજી જે જે હિતશિખામણ આપે તેનો પરમાર્થ વિચાર અને પિતાની આજ્ઞા, નમન કરીને અંગીકાર કરવી. પિતાના હૃદયની લાગણી દુખાય-માઠું લાગે, તેમ કરવું નહિ પિતાના વિચારે જુના હેય અર્થાત્ અસલી રીવાજના હાય અને પુત્રના વિચારે નવા હોય તે પણ પરસ્પર લાગણી દુખાય નહીં તેમ વર્તવું. કદાપિ પિતા અને પુત્રના ધર્મના વિચારો ભિન્ન ભિન્ન હોય તે પણ કલેશ કરવો નહીં.
For Private And Personal Use Only