________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮)
[શ્રી ગુરૂધ.
અન્યનું કલ્યાણ થઈ શકતું નથી. કેટલાક પુત્રો તે માતાને વૃદ્ધ દેખી તેના તરફ અણગમે દર્શાવે છે, આવી અવિનયની વૃત્તિથી તેમના પુત્રમાં અવિનય ઘુસી જાય છે અને અવિનયની પરંપરા કુટુંબમાં વૃદ્ધિ પામે છે. કેટલાંક પુત્રપુત્રીઓ માતાની આજ્ઞાઓ ઉઠાવતાં નથી અને ઉલટું માતાના દો અન્યની આગળ કહે છે. માતાની નિંદા કરે છે, તેવાં પુત્ર પુત્રીઓ વિનચરિત્નને મહિમા જાણી શકતાં નથી. માતાની નિંદા કરવી, માતાના સામું બેલિવું ઈત્યાદિ અવિનયથી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. જેણે માતાની ઉપકારબુદ્ધિ જાણી નથી તે અન્યની ઉપકારબુદ્ધિ શી રીતે જાણી શકશે? અન્યદેવીઓની મૂર્તિઓ આગળ કરગરીએ છીએ અને ગાય જેવું ગરીબ મુખ કરીએ છીએ, તેવી વૃત્તિ માતાની આગળ હોય તે આત્માની ઉન્નતિ થાય. માતાનો સ્વભાવ ચીડીઓ હોય તો પણ પુત્ર પુત્રીઓએ ગ ખાવી, ગમે તેવા દુઃખના સંગેમાં જ્યાં સુધી ગ્રહાવાસમાં રહેવાનું છે, તાત, સાતાને વિનય કે નહીં. આ જગતમાં ઉત્તમ પુરૂષો વિનયથી શોભી શકે છે.
જ્યાં સંપ હોય છે ત્યાં જ હોય છે, તેમ યત્ર વિનય હોંય છે તત્ર સર્વ સદ્ગણે આવીને વસે છે. આ જગમાં શાન્તિ મેળવવી હોય તે માતાને વિનય મૂકે નહિં. કેટલાક સ્વાર્થોધ પુત્ર માતા શિખામણ આપે છે તો તે કંઇ હિસાબમાં
For Private And Personal Use Only