________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
[ શ્રી ગુરૂએય.
વિનયથી અમૂલ્ય સદ્ગુણાને આત્મા ગ્રહણ કરે છે. વિનય વિનાનું જીવન સુખપ્રદ થતું નથી. જે જે મહાત્માએ થઇ ગયા, તેઓનું ઉચ્ચ વર્તન વિનયથી હતું. જગત્માં વિનયથી મનુષ્યો સુખની લીલાને પામે છે. માતાને વિનય, पिताना विनय, विद्यागुरुनो विनय, मोटाना विनय, उचित વિનય, ધર્મમુહ વિનય, વગેરે વિનયના અનેક ભેદ છે. પ્રથમ તેા માતાના પેટમાં મનુષ્યોને રહેવું પડે છે. માતા ગર્ભનું પ્રેમથી પોષણ કરે છે. ગર્ભની માહિર નીકળતાં પણ દુધપાન, ખવરાવવું, અને પીવરાવવું વગેરે અનેક ઉપાયોથી જનની, ઉત્પન્ન થનાર ખાલક તથા ખાલિકાપ્રતિ ઉપકાર કરે છે. માતાના પૂર્વ ઉપકાર છે. માતાની પુત્ર પુત્રીઆપ્રતિ અમૃતાષ્ટિ રહે છે.
જાય.
जनन्यै प्रातरुत्थाय, नमस्कारं करोति यः || तीर्थयात्रा फलं तस्य, तत्कार्योऽसौ दिने दिने ॥ १ ॥
પ્રાત:કાળમાં ઉડીને જે માતાને નમસ્કાર કરે છે તે તીથયાત્રાનું ફળ પામે છે, માટે પ્રતિદિન માતાને નમસ્કાર કરવા જોઈએ. માતાને નમસ્કાર કરવાથી પુત્ર પુત્રીઓ સુખી થાય છે. માત્તાપ્રતિ ઉચ્ચવિનયથી વર્તવું જોઈએ. માતાની આજ્ઞાનું પાલન કરવું જોઇએ. માતાના સ્નેહથી પુત્ર પુત્રીએ ની જીંદગાની સુધરે છે. પ્રથમના સમયમાં માતા એક
For Private And Personal Use Only