________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જશે; અને પરિણામે તેમનાં હૃદય ઉચ્ચ ભાવનાથી ભરપુર ખની સસ્કારી–ઉન્નત બનશે. એવાં સદ્ગુણી ભાળકા યુવાવસ્થા પ્રાપ્ત થતાં અનેક સગુણાથી અલંકૃત થઇ વિશ્વપ્રેમી બનશે અને સનું કલ્યાણ કરવા સાથે શુભ આત્મજ્ઞાન પણ સંપાદન કરી શકશે.
મને આ ગ્રંથ વાંચવાનો અલભ્યલાભ મારા પરમ શુભેચ્છકસ્નેહિ—શ્રી કાશીભાઈ વિજપાલ---કચ્છ આ×ખીઆવાળા તરફથી પ્રાપ્ત થયા હતા. આ ગ્રંથની પ્રથમાવૃત્તિ તેમણે તેમના પિતાશ્રી વિજપાલ શેઠની શુભ યાદમાં શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ દ્વારા પ્રસિદ્ધ કરાવી હતી. શ્રી કારશીભાઈના સગુણાનું વધુ વિવેચન અત્રે નહિ કરતાં ફક્ત એટલુંજ જણાવવાનું ઉચિત સમજું છું તે શ્રી એક આદર્શ ગૃહસ્થ છે. તેમના જીવનની ટુંક રૂપરેખા મે મારા કુસુમકાન્ત સંસાર ક્ષેત્રજ નામક પુસ્તકમાં આપેલી છે. તેએાશ્રી પેાતાનું નામ યા કીર્તિ પ્રકાશમાંજાહેરમાં આવે તેવું બિલકુલ ચ્છિતાજ નથી. એ બાબતની તેમણે મને પણ મના કરેલી છે. છતાં આટલું લખી જવાયું છે તેને માટે તે ઉદારાત્માની ક્ષમા ઇચ્છું છે અને તે આપશે જ એવી મને સંપૂર્ણ આશા છે. આ પુસ્તકની દ્વિતિઆવૃત્તિ પણ તેમની શુભ સ્હાયતાથીજ બહાર પાડવાને હું ભાગ્યવાન થયા છે.
આ પુસ્તક પ્રગટ કરવામાં કેટલીક સૂચના કરવા બદલ તથા આચાર્ય મહારાજના જીવન ચારિત્રથી મને વાકેફ કરનાર શ્રીમદ્ બુદ્ધિસાગર મહારાજશ્રીના અનન્ય ભક્ત અને શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના વિદ્વાન અને સત્યપ્રેમી વ્યવસ્થાપક પાદરા વાસી વિકલ માહનલાલ હિંમત ને તથા મહેસાા
For Private And Personal Use Only