________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજમાનામત. ( ૧૪ ) વાગે છે રે વાગે છે, વૃન્દાવન મોરલી વાગે છે. એ રાગ. ના જઈએરે ના જઈએ, દુ:ખડાંના દરીએ ના જઈએ; એ ટેક.
કલેશ કંકાસ કેઈથી નવ કરવો કડવાં વચન કદી ના કહીએ. દુઃખડાંના-૧ ઉત્તમ અમૂલ્ય હાથ અવસર આવ્યો પ્રભુપ્રેમનાં પાણુ પીને પાઈએ.
દુ:ખડાંના-૨ અસત્ય ઘાટ ઉરમાં નવ ઘડવા, સદ્દગુરૂના ગુણ નિત્ય ગાઈએ. દુઃખડાંના-૩ પાપ તણું પુંજ નવ માથે ઉપાડવા રહેણું કહેણુને ઘેર રહીએ.
દુઃખડાંના-૪ પોતાના જેવા પ્રાણુ બધા છે, લાખેણુ વાત પ્રભુ નામ લઈએ, દુખડાંના-પ મનુષ્યભવને જાણુલે મહિમા; અછત ગુરથી કૃતકૃત્ય થઈએ. દુઃખડાંનાપ્રનિવા. ( ૧૫ ).
રાગ ઉપરને. બોલે છે રે બોલે છે, જીવ? સમજ્યા વિનાના બેલ બોલે છે એ ટેક.
પ્રભુના સંગાથી કેરા સાથે બેસે નહી; ખળના સંગાથે હૈયું ખોલે છે. જીવ? સમજ્યા-૧ સંતની સોબતે કદી સમતા ના સાધી; દુનીયામાં ડાહ્યો થઈને ડોલે છે. જીવ? સમજ્યા-ર મધે રતનમણુ માનવની કાયા; તેને જાણ્યા ટકાની લે છે. જીવ? સમજ્યા-૩ જાપ જયા નહી પ્રાણજીવનના; ખુટેલને બેઠે ખેળે છે.
જીવ? સમજ્યા
For Private And Personal Use Only