________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૬) શ્રીવાસ્તુપૂર્વકનરાવન. (૨૨)
ગરૂડ ચઢી આવો ગિરધારી. એ રાગ. વાસુપૂજ્ય સ્વામીની બલીહારી, અમને ભકિત ગમી છે તન્હારી. વાસુપૂજ્ય. ટેક. શુભ સૂર્ય તણું રૂપ જેવું. આપ પદમાંહી મુજ મન મું; ત્યારે અલક તણું દુખ એ વાસુપૂજ્ય. ૧ સાચા સ્નેહ તણા તમે સાખી, આપ માટે આ જીદગી આખી મીઠી મૂતિ હૃદયમાંહી રાખી, વાસુપૂજ્ય. ૨ કલ્પવૃક્ષની ઉપમા અધુરી વૃક્ષે જડતા દેખાય છે પૂરી, આપ ચેતન મૂતિ મધુરી, વાસુપૂજ્ય. ૩. કામ ક્રોધના કાપણું હારા, ગતિ ઉત્તમ આપવા વાળા; સ્થિર જ્ઞાનના સ્થાપન હારા, વાસુપૂજ્ય. ૪ આપ ભકિતનો પ્રગટાવે ભાનું પડયું આપ સાથે મહારૂં પાનું. સ્વામી? કેમ?કરી રાખું છાનું? વાસુપૂજ્ય. ૫ મહારા વિમળ મંદિર માંહી વસ, દાસ સામું દેખી હેતે હસો, વહાલમ? હાલ.કરીને વિલસ, વાસુપૂજ્ય. ૬ પ્રભુ ભજવાથી મેહ મટે છે, સ્વામી સેવ્યાથી ક્રોધ ઘટે છે; રૂડું નામ અજીત રટે છે, વાસુપૂજ્ય. ૭
For Private And Personal Use Only