SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ ). જ્યાં સૂર્ય પણ ઝાંખે પડે, જ્યાં ચંદ્ર પણ ફીકો પડે; ચમકે સ્વરૂપ ચેતન વડે, રસરાજ કેરું રાજ છે. ૪ જ્યાં હું નથી જ્યાં તું નથી, જ્યાં વિશ્વ દુઃખ વસ્યું નથી, અજિતાબ્ધિ વગર કશું નથી, રસરાજ કેરૂં રાજ છે. ૫ અધ્યાત્મ થવો. (૨૭) આ આવો શિવશંકર ભેળાએ રાગ. ‘ઉત્તમવત એકાદશી કરીયે, સાગર ભવને સહજ થકી તરીકે. ઉ. ૧ એકાદશ ઇંદ્રિયે વશ કરીયે, સ્વરૂપમાંહી ઠીક થઈ ઠરીયે. ઉ. ૨ છહાથકી પ્રભુ પ્રભુ ઉચ્ચરીયે, કોંવડે પ્રભુ ગુણ સાંભળિયે. ઉ. ૩ નવડે નાથને નીરખીયે, શ્વાસોશ્વાસે શુદ્ધ મરણ કરીયે. ઉ. ૪ ત્વચાવડે પ્રભુજીના સ્પર્શ કરે, પગે કરી પ્રભુજીનાં તીર્થ ફરે. ઉ. ૫ હાથ વડે પ્રભુજીની સેવા કરે, બ્રહ્મચર્યનું નિર્મળવત ધરે. ઉ. ૬ શુદ્ધિ વળી અપાન કેરી કરે, રસના થકી અન્નને ત્યાગ ખરે. ઉ. ૭ મને કરી પ્રભુજીનું ધ્યાન ધરે, એકાદશી ઉત્તમ એવી કરે. ઉ. ૮ આત્મા પરમાત્માનું ઐક્ય બને, એ મહિમા સુરિમુનિ ભકત ભણે. ઉ. ૯ એકાદશી એવી જ્યારે થાશે, અજિત કહે પાપ સકળ જાશે. ઉ. ૧૦ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy